SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેવા જીજ્ઞાશુ જ્ઞાનીઓએ અમારી ઇતિહાસિક કૃતિઓમાં “સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રમાણિકતા”_“સમ્રાટ વિક્રમાદિત્ય યાને માલવને સુવર્ણયુગ,” અને “મગધની મહારાણી અને પ્રભુ મહાવીર) આ ત્રણે કૃતિઓ અવશ્ય વાંચવી જોઇએ જેના અનુસંધાનમાં આ ગ્રંથનું વાંચન-ઈતિહાસકારે તેમજ જ્ઞાનીઓ માટે અતિઉપયોગી થઈ પડશે. જો આમ થશે તે જ વાંચક વર્ગને ખાત્રી થશે કે, ભારતને સંસ્કારી બનાવવામાં સમર્થ જૈનાચાર્યોએ અને ઈતિહાસકારોએ કેટલે પુરતો સાથ અને ભેગ આપ્યો છે અને આપે છે. આ પ્રમાણેના ઉપરોકત ગ્રંથોના વાંચનથી ખાત્રી થશે કે ત્રિવેણી સંગમના મેગે-આર્યાવૃતિને પ્રાચીન અનાદિકાલીન જનધર્મ પિતાના અહિંસાવાદી ઊંચકેટીના આત્મિક તત્વજ્ઞાનના આધારે વિશ્વધર્મ બનાવવાને કેટલો શક્તિશાળી છે આવા સુવર્ણયુગનાં ઉચકેટીના ઇતિહાસની સંકલના રજુ કરતાં અમને જરૂર અત્યંત આનંદ ઉદભવે છે. જેમાં એક ગુજરાતી તરીકે કંઇક અંશે સેવા બજાવવા શકિતશાળી થયા છીએ તે માટે અમે જરૂર છરનો ઉપકાર માનીએ છીએ. અમે પણ એજ પાટણની રાજભૂમિના વીસનગરના રહીશ, જન વીશા પોરવાડ વંશી હોવાથી અમારી માતૃભૂમિનો આ ઇતિ હાસ કઈ રીતે સંસ્કારિતા ગજવનાર બને તે જોવાને નિષ્પક્ષપાતે આવા ગ્રંથની રચનામાં અમે ઉતર્યા છીએ, આ સચિત્ર ગ્રંથને જ્ઞાની વાંચકવૃંદે હંસ વૃત્તિથી વાંચી શુભ મારને ગ્રહણ કરી, રહેલ ખલનાને અમારા ખોળામાં નાંખવા જરૂર ઉદારતા દાખવવી. તેને સદપરા દ્વિતીય આવૃત્તિમાં કરી સુજ્ઞ વિદ્વાન બધુને અમે ઉપકાર માનીશું. ઝવેરી જન સાહિત્ય મંદીર છે. થાણું, સંવત ૨૦૦૫ના અષાડ સુદ ૧૪ ને સોમવાર, તા. ૯-૭-૪૬. J. મં. ત્રી, ઝવેરી
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy