________________
રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર ] » ૧૩૦
છતા કુમારે પોતાના એકજ દીવસના ઉપકારી બ્રહ્મદેવનું નામ ગ્ય સમયે બદલે વાળી આપવા પૂછયું. તેણે પિતાનું નામ નિર્ધનરામ તરીકે જણાવ્યું. પછી ભુખ્યા પેટે મુળરાજ બ્રહ્મદેવ સાથે થોડીક વાતે કરી. એક ગામનું પાદર આવતા તેનાથી છુટો પડે. અને સુધાની તૃપ્તિ અર્થ તે ગામમાં ગયે.
એટલું યાદ રાખજે, કર્મન છોડે ક્યાય રાજ્ય બલે
શ્રી રામજી, વનવાસ વેઠવા જાય;
જેમ પ્રભુ મહાવીરને ઉગ્ર તપશ્ચર્યાના પારણામાં, પિતાના અભિગ્રહ પ્રમાણે અડદના બાકળા મળ્યા હતા તે મુજબ, અવંતિના યુવરાજ મુળરાજને આ સમયે કર્મની કસોટીરૂપે એક ખેડુતના ત્યાંથી બાકળાએજ મળ્યાં.
આ સમયે રાજકુમારને ભીક્ષામાં મળેલ બાકળાથી કેટલું લાગી આવ્યું હશે તેને ખ્યાલ હે રાજન! આપને તેમજ આ પરષદાને આવે છે ખરો? કયાં ઉજજનને રાજ વૈભવ? કયાં દેવદત્તાનું પ્રિતિમય પ્રેમભેજન? અને દુરાચારીપણાના બદલા તરિકે, દીનતામયપણે ભીક્ષામાં બાકળાનું પ્રાપ્ત થવું?
તેના આત્મામાં પૂર્ણ જાગ્રતી આવી. અને તેને આત્મા પુર્ણ પશ્ચાતાપથી ભીજીત નિર્મળ બને. બાકળાની પ્રાપ્તિ સાથે જ તેના દુષ્ટ કર્મને ક્ષય થયો હોય તે પ્રમાણે, કયે માર્ગે વું તેના અંગે વિચાર કરતાં દૂર દૂર દ્રષ્ટિ ફેરવતા, કુમારની નજરે બરોબર આ સમયે એક મુનિરાજ ચઢયાં.
જેનું હૈયું ઉચકોટીના પરિણામોથી પવિત્ર થએલ છે એવા મુળરાજે હદયના ભાવથી મુનિરાજ પાસે જઈ તેમને ભાવ પૂર્વક વંદન કર્યું ને બાળા વહોરવા વિનંતિ કરી.
આ મુનિરાજ એક ઉગ્ર તપસ્વી હતા. જેમની કાયા ઉગ્ર તપશ્ચર્યાના કારણે શુષ્ક થએલ હતી, જેમને પણ આજે માસક્ષમણનું પારણું હતું. તેઓ પણ ગેચરી માટે ગામમાં જતા હતા. તેમને-કુમારની વિનંતિને સહર્ષ સ્વીકાર કરતા જણાવ્યું કે, હે ભાગ્યવંત ? આ અડદનો ઉપયોગ મુનિરાજે માટે આત્મ હીતાર્થે આરાધક બને છે.