________________
૧૩૬
[મહાન ગુજરાત મુળરાજ કુમારના દુરવ્યસને દેવદત્તાને ત્યાં રહી ઘણી હદ કરી. અહીં રહી સુધરવાને બદલે રાજકુમાર અતિસય જુગારી અને મદીરાપાની બને. જેને દેવદત્તાનો રાજ વૈભવી ધન ભંડાર અને તેની નીયમીત રજવાડી આવક પણ જુગારના દાવમાં પુરી ન પડવા લાગી. આવા હદ ઉપરાંતના જુગારના વ્યસનથી હવે દેવદત્તાને દરેક રીતે તંગી પડવા લાગી. તે અંદરખાનેથી ગુરવા લાગી. કુમારને સુધારવા દેવદતાએ ભગીરથ પ્રયત્ન કર્યા પણ, ભવિતવ્યતાના યોગ આગળ બધું એ નકામું ગયું. અને મૂળદેવનું કલંકિત જીવન સુધરવાને બદલે બગડતુજ ગયું.
દેવદતાની માએ પિતાની પુત્રીને જણાવ્યું કે, હે પુત્રી ! આ નિર્ધન જગારી મૂળદેવનો હવે ત્યાગ કરી, તારા પ્રત્યે આકર્ષાએલ પાટલી પુત્રના કેટયાધીશ અચલ શેઠ સાથે આજ પ્રમાણે પ્રેમમાં લય બની તેને પુરતી રીતે નીચવ જેની ખાસ આવશ્યકતા છે, નહિ તે હવે આપણે દુ:ખી દુઃખી થઈશું.
દેવદતાને ફરજીયાત કચવાતાં દીલે મૂળદેવને અનુરાગ ઓછો કરી અંચલ શેઠ તરફ વાળવું પડશે. તેને આસતે આસતે પિતાની કળાની નિપુણતા બતલાવી, અચલશેઠના ધન ભંડારને ભાર પુરતી રીતે ઓછો કરવા માંડ્યું.
પરદાર વૈભવી અચલ શેઠ પણ હવે દેવદતાના મોહપાસમાં પુરતા સપડાયા. રાતને દીવસ વૈશ્યા ગ્રહે રહી તેના મીથ્યા પ્રેમમાં છવનની સાર્થકતા માનવા લાગ્યા. અને તેણીને રાજ વૈભવી ખચ પુરો પાડવા લાગ્યા,
આ પ્રમાણે ચેડા મહીનાઓ જતા દેવદતાની માતાએ પિતાની પુત્રીને જણાવ્યું કે હેદરા એક મ્યાનમાં કદાપીકાળે બે તલવારો સમાતી નથી. તે મુજબે તારી દરેક જાતની વૈભવી ઈચ્છાઓ પરીપૂર્ણ કરનાર આ અચળ શેઠ પ્રત્યે તારે પણ હવે મુળદેવ જેજે અનુરાગ રાખવો જોઈએ.
જુગારી મુળદેવથી હવે આપણી કીતિને બટ્ટો લાગે છે. હવે આને આપણું ભવનમાંથી દુર કર. અને તારી જુવાનીમાં ધન કમાવાને મળેલ અણમોલ તકનો તું લાભ ઉઠાવ.
પિતાની માતાની શીખામણને આ ગુણિકાએ જાતિ ધર્મ પ્રમાણે માન્ય તે રાખી, પણ તેના દીલમાંથી મુળદેવ પ્રત્યે પ્રેમ અવિચળ રહ્યો. તેણે