________________
રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર] » ૧૩૩
આ સંગીતપુરીમાં દેવદત્તાનામે એક વારાંગના રહેતી હતી. આ ગુણિકા પણ પિતાના રૂપાદિ–સંગીતકળાના ગુણોથી પાટલી પુત્રને મુગ્ધ બનાવી રહેલ હતી. એમ કહેવાતું કે પાટલીપુત્રમાં તે શું પણ? સમગ્ર મગધમાં તેણીના નૃત્ય અને સંગીતકળાની હરીફાઈમાં કઈ ટકી શકે તેમ હેતું.
બટુકજી’ના કાને આ વાત આવી, અને તેને આ ગુણિકાને વશ કરવા નિશ્ચય કર્યો.
એક દિવસ સવારે તેણીના ભુવન સન્મુખ બેસી મનહર કર્ણપ્રિય મીઠાસુંદર રાગ રાગણીઓથી ભરપુર આલાપમય સંગીતની અકડેથી ચઢે તેવી છોલે. ઉડાડવા માંડી. રાજમાર્ગ પર પ્રભાતમાંજ ભવ્ય મીજલસ જામી, વામનછના અદ્ભુત સંગીતથી આકર્ષાઈ દેવદતા–પિતાની માધવી નામની દાસીને ત્યાં મોકલી વામનજીને પિતાના ભવનમાં બોલાવી મંગાવ્યો.
કળા વિશારદ મુળદેવ અનેક જાતની આનાકાની વચ્ચે દેવદતાના ભવનમાં આવ્યા. જ્યાં સંગીતકારોનો ઉચકોટીને જલસો જામે. નગરના જાણીતા સર્વે ગંધર્વો (
ઉદ) આ જલસામાં બનેની હરિફાઈ જેવા અને તેમાં મસ્ત બનવા એકત્રીત થયા.
ગંધના કસોટીમય જલસામાં બટુકજીએ પિતાની પ્રિય વીણાને નમન કરી સૂર જમાવી પ્રવિણતાથી એક તાણી બનાવી. પછી પ્રધાન પુત્ર
સ્થૂલિભદ્રજી માફક આ કુમારે સંગીતના અકેકથી ચઢીયાતે તાનબધ રાગરાગરાણીમય ગીતને મધુર કંઠથી ગાઈ તાનસેનના આ જલસાને કુમારે જ્યારે કૃષ્ણની મોરલી માફક એક ધ્યાની બનાવ્યો ત્યારે, આખી એ-મીજલસ-નાગરાજની ફેણ માફક મુગ્ધ બનીને ડોલવા લાગી.
ખુદ દેવદત્તાને તે શું પણ મગધના ઉસ્તાદ ગંધને પણ આ સમયે એમ થયું કે શું ? અમરાપુરીમાંથી કોઈ ગંધર્વદેવ આખાએ પાટલીપુત્રના સંગીતકારના ગર્વનું ખંડન કરવા તે પધારેલ નથીને?
આખીએ મી જલસ આ સંગીતકાર પર આક્રીન થઈ, અને તેની સન્મુખ સુવર્ણ મહરોની બક્ષીસનો વરસાદ વર્ષ રહ્યો.
પ્રસન્નચીત્ત દેવદત્તાને એમ થયું કે; જે આવા સંગીતના અભ્યાસી મારે ત્યાં રહે છે, મારી અધુરી રહેલી કળા તેને ગુરુ બનાવી પરિપુર્ણ કરુ. આ જાતના વિચારે ગુણકાને માર્ગદર્શક બનાવી, અને તેને વામનજીને નમતાપુર્વક જણાવ્યું કે હે ગંધર્વ?