________________
પ્રકરણ ૨
.
સુરિજીને ગુર્જરનરેશ તરફથી વાદવિજેતા તરીકે અર્પણ થએલ જયપત્ર
એક વખત સાંખ્યમતને “વાદિસિંહ' નામે એક ભિક્ષુ ખાસ વાદાથે પાટણ આવ્યો. આ ભિક્ષુ વાદકુશલ હેઈ, તેની સામે પ્રતિવાદી તરીકે તેને રાખવા તે પરત્વે પાટણની રાજસભામાં ખાસ મંત્રણું થઈ. શાસ્ત્રીઓ, પંડિત તથા ધર્માચાર્યોએ શાનુમતે શ્રી ગોવિંદાચાર્યનું નામ જાહેર કર્યું. મહારાજા જયસિંહ જાતેજ તેજ રાત્રે ઉપાશ્રયે ગયા, ને સૂરિશ્વરજીને સભામાં પધારી સાંખ્યવાદીને જીતવા વિનંતિ કરી.
જવાબમાં શ્રીગેવિંદાચાય છએ જણાવ્યું:- “રાજન ! ચિંતા ન કરે. આવા ધર્મવાદના પ્રસંગમાં જૈનાચાર્યે કદી પાછી પાની કરતાજ નથી. આમાં તે અમારા જીવનની સાર્થકતા છે. ગમે તેવા સંયોગોમાં પણ અમે રાજસભામાં આવવાના, અને ફાવવાના, ફાવવાના, ને ફાવવાના ! આ તે અમારી ખાસ ફરજ. રાજન! આ વાદમાં મારી હાજરીની જરૂર નથી. અમારે વીરસિંહુજ આવશે, તેમના સામર્થીને તમને કયાં અનુભવ નથી? રાજાએ તે કબુલ્યું અને વંદન કરી નિરાંતે મહેલે ગયા. વાદીનું વિચિત્ર વર્તન.
બીજે દિવસે નિયત સમયે સભામાં વાદ માટેની વ્યવસ્થિત યોજના થઈ. મધ્યસ્થ મહારાજ અને ઉપપ્રમુખ તરિકે શ્રીપાલ કવિ હતા. વાદીએ વાદ શરૂ કર્યો પણ તે ઉન્માદ ભર્યો. મુદા વિનાનું યે તઠા બેંલવું આવ્યું, અવિવેકી વર્તને આદયું”. સનાતની તથા જન ધર્માચાર્યો વચ્ચે ખળભળાટ થાય તેવું જ બોલવું ચાલુ રાખ્યું. આ જોઈ સભામાં ક્ષોભ થયો, પંડિતે ઊંચા નીચા થયા, અને મહારાજાને પણ આવું વર્તન વાદની મહત્તાને ઘટાડનારૂ તેમજ સભાની માનહાનિ રૂપ લાગ્યું. મહારાજા પિતે કાંઈ કહે તે પહેલાં જ શ્રો વીરસુરિજી ઉભા થયા, અને