________________
[ શ્રી હેમચંદ્રાચાર્ય અને મહારાજા સિદ્ધરાજ
પ્રસંગ બીજે
(૨)
એક વખત શ્રી ચતુંમુખ મંદીરમાં શ્રી હેમચંદ્રાચાર્ય નેમિયરીત્ર વાંચતા હતા-આ સમયે મહારાજાધિરાજ ત્યાં હાજર હતા તેમાં આ પ્રમાણેને પ્રબંધ આવ્યો કે “પાંડવો શેત્રુંજય ચકી સિદ્ધ થયા” આ જાતનું વાક્ય સાંભળી હાજર રહેલા બ્રહ્મદે આ વાક્યને ખમી ન શક્યા, અને તેમણે કહ્યું કે “તેઓ હિમાલયમાં મુકિત પામ્યા છે. નહિ કે શત્રુંજપરી “અહી મદીરમાં ખળભળાટ થયો, ત્યારે મહારાજા સિદ્ધરાજે સુરીશ્વરને પૂછયું, કે આમાં શું સત્ય છે ? આચાર્ય મહારાજે મહાભારતનો શ્લેક ટાંકતાં જણાવ્યું કે હે રાજન! આ કાળે સો ભીમ, ત્રણ પાંડે, એક હજાર દ્રોણાચાર્યો અને કેટલાં કણે રણક્ષેત્રમાં મરી ગયા તેની સંખ્યા નથી.
આ કાળે શ્રી કૃષ્ણ, પરમાત્માના કાકાના પુત્ર શ્રી નેમિનાથ એ જૈન ધર્મને બાવીસમાં તીર્થકર તરીકે વિદ્યમાન હતા, અને તેના સંબંધમાં પાંડવ અને કૌરવ ગેત્રની સવે રાજ્યવિભૂતિઓ કુટુંબીઓ તરીકે વિદ્ય માન હતી.
જેમાં પાંડવ અને કૌરવ ઉપનામ ધારી અનેક વિભૂતિઓ હેવાને સંભવ સમજી શકાય છે, એટલે તેમાંથી શ્રીનેમિનાથ પ્રભુના પ્રતીબેથી આત્મ કલ્યાણ સાધક ૧૦૦ નામધારી કૌરવો, સે ભીમ ત્રણસે પાંડવે, અને એક હજાર દ્રોણાચાર્યો, અને અનેક કર્ણ નામધારી દ્ધાએ વીર મૃત્યુને પામ્યા હોય તો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી.
આ પ્રમાણેનાં જવાબથી મહારાજાને અને બ્રાહ્મણને સંતોષ થયો, અને એમને એમ લાગ્યું કે પાંચ પાંડવોને અંગે મહાભારતમાં પ્રભાવશાળી મહાન વિભૂતીઓ તરીકને જે રીતનો ઉલ્લેખ છે તે સીવાય જૈન ગ્રંથોમાં જણાવેલ શેત્રુંજય ગીરીએ જઈ આત્મકલ્યાણ સાધનારા પાંડે, તે અન્ય વિભૂતીઓ હતી. આ ઘટના સર્વ માન્ય રહી.