SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ મું. રાજકુમાર સિદ્ધરાજને રાજ્યાભિષેક - મહારાણી મિનળદેવી સારી રીતે સમજતાં હતાં કે, પિતાના લગ્ન પાટણનરેશ સાથે મહાન હઠવાદે થયાં હતાં. તેમાં જે રાજમાતા જેવાં સંસ્કારી સાસુજીનો સાથ ન હોત તે પૂર્વજન્મના ધારેલ નિર્માણને સિદ્ધ કરાવવા કદાપિ કાળે પોતે સમર્થ થઈ શકત નહિ. પિતાના જીવનની સાર્થકતા તુલ્ય ધારેલ કાર્યમાં ક્યારે અને કઈ રીતે શુકલતીર્થને “સ્નાનકર” રદ કરાવવા પિતે ભાગ્યશાળી થાય છે, શાંતિથી તેના તકસાધક બન્યાં. મિનલદેવીને અત્યંત મિલનસાર વિનયી હસમુખ સ્વભાવ; કુશળ બુદ્ધિપ્રભા, અત્યંત માયાળુ, અને પરગજુપણું, આ સર્વે ઉચ મેટિના સગુણેએ રાજમાતા ઉદયમતિને તેમજ રાજકુટુંબમાં મિનલદેવી પ્રિય થયાં. અન્ય રાણીઓમાં કર્ણાટક દેશની રાજકુમારી જયાદેવીને દેવીએ પિતા પ્રત્યે આકર્ષ્યા હતા. રણવાસના આખાએ રસાલા પર મહારાણીનું કુદરતી વરચસ્વ એવું તે સુંદર હતું કે, તેમને પડો-બેલ ઝીલવા દરેકે દરેક વ્યકિત તત્પર રહેતી. રાજમહેલમાં અન્ય રાણીઓ વૈભવી દરદમામથી રહેતી હતી. ત્યારે મિનળદેવીને રહેવાસ તદન સાદ એક આદર્શ સાથ્વી તુલ્ય હતે. જેઓ સતીઓમાં સીતાજી, તારામતી, અંજના, દ્રોપદિ, દમયંતિ, મેનાસુંદરી આદિ નારિ રત્નના ઉચ કોટિના ચરિત્રો નજર સામે રાખી, તે માર્ગ દીવસો ઘણેખરો ભાગ પ્રભુભકિત તેમજ ધર્મ આરાધનમાં તેઓ ગાળતાં. " નિત્ય પ્રભાતે રાજમાતાના મહેલમાં માતાના દર્શને કર્ણરાજ જતા. જ્યાં રાજના અનેક એવા મહત્તાભર્યા પ્રશ્નોની ચર્ચા થતી કે જેની ચર્ચા જાહેરમાં થઈ ન શકે.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy