________________
સાલકી વશના સ ંક્ષિપ્ત ઇતિહાસ] »
૬૧
ચામુંડરાય પછી તેને શૂરવીર, રાજનીતિજ્ઞ અને પ્રબળ બુદ્ધિશાળી પુત્ર વલ્લભરાય રાજગાદી પર આવ્યા. પાપમુદ્ધિથી વલ્લભરાય દૂર હતા. તેને રાજ્યલાભ ધણા હતા પણ મનની ઉમેદ મનમાં રાખી તે માત્ર છ માસ સુધી જ રાજ કરી શકયા. તેના સ્વર્ગવાસ બાદ તેના ભાઇ દુદ્ઘભરાયને રાજગાદી પ્રાપ્ત થઇ.
દુલ્લભરામે ૧૧ વર્ષ અને ૬ માસ સુધી સારી રીતે રાજ કર્યું, તેણે શ્રી. જીનેશ્વરસૂરિ પાસેથી જૈનદર્શનના તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. જૈનધર્માનુ રાગી બન્યા હતા. તેમણે અનેક દેરાસરો બંધાવ્યાં હતાં. અને પાટણમાં દુર્લભ સરાવર બંધાવ્યુ હતું.
તે
તેણે પાતાનાં બહેનને પરણાવવા સ્વયંવર રચ્યા હતા; જેમાં મારવાડના રાજા મહેન્દ્રને પસંદ કરી તેની બહેન પરણી હતી.
આ સમયે સ્વયંવરમડપમાં આવનાર અન્ય રાજવી સાથે શત્રુતા
બધાઇ.
આ વેળા તેની નાની બહેન (લક્ષમી) નાં લગ્ન ચામુડનાં નાના કુંવર નાગરાજ સાથે થયાં.
પછીથી દુલ ભરાયના ભાઇ નાગરાજને એક પુત્ર થયા, જેનુ નામ ભીમ પાડયું.
ભીમદેવ ૧ લા: કાળે કરી ભીમ માટા થયા ત્યારે આત્મકલ્યાણુના માર્ગે વળેલ દુલ ભરાયે ભીમની આનાકાની વચ્ચે તેને રાજયાભિષેક કરી કાશી યાત્રા કરવા ગયા ને તે ક્ષેત્રસંન્યાસ લીધે। અને આત્મકલ્યાણ સાધ્યું'.