________________
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના
૫૩ પાટણમાં ફકત ચૈત્યવાસીઓએ જ રહેવું અને બીજા શ્વેતાંબર જેને સાધુઓએ ત્યાં ન રહેવું એવો લેખ રાજવી પાસેથી લખાવી લીધો હતે..
श्री चापोत्कर यशोद्भव महाराज श्री वनराज गुरू श्री नागेन्द्र गच्छे श्री शीलगुणसुरि शिष्य श्री देवचन्द्र सूरि मूर्तिः
નેટ -જુએ શ્રી શિલગુણસૂરિ સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિને સંવત ૧૩૦૧ લેખ નં. ૫૧૯ જિ. ૨. શિલાલેખ નં. ૫૧૦
पुरा श्रीवनराजो मूच्चापोत्करवरान्वयः॥ स बाल्ये वर्द्धितः श्रीमद् देवचंद्रेण सूरिणा । नागेन्द्रगच्छ मूद्वार प्राग वराहो प मा स्पृशा ॥ चैत्य गच्छयति व्रात संमतो मसतान्मुनि:।
नगरे मुनिभिर्नात्र वस्तव्यं तद संमत : ॥ મહારાજા વનરાજે શિલગુણસૂરિને ચયવાસીઓ માટે આપેલ પટ્ટાને આધારે, મહારાજા ભીમદેવનાં રાજ્યઅમલ સુધી ચૈત્યવાસી સાધુઓનાં ૮૪ ઉપાશ્રયે પાટણમાં હતા. મહારાજા ભીમદેવનાં રાજયઅમલ દરમિયાનમાં થએલ શ્રી. પધમાનસૂરિએ પિતાનાં બે શિષ્ય જીનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિને પાટણ મોકલી તેમની મારફતે સુવિદિત એવા જનાચાર્યો માટે વિહાર ચાલુ કરાવ્યો અને રાજ્ય પુરોહિતે પિતાના ખર્ચે પાટણનાં ભાતબજારમાં ખાસ ઉપાશ્રય બાંધ્યો. ત્યારથી પાટણ ક્રિયાશુદ્ધ આચાર્યોના પ્રભાવે જૈન ધર્મના પ્રચારક કેન્દ્રભૂમિ બન્યું. જેમાં મહારાજા વનરાજથી કુમારપાળ સુધીનાં દરેક રાજવીઓએ જેન ધર્મને પૂરો સાથ આપે હતો.
પંચાસરમાં વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. અને તેણે ચાંપા નામના ઉપકારી જેન વણિકને રાજયનું અમાત્યપદ આપ્યું. તેના પુત્ર લહિરને દંડનાયક બનાવ્યો. તેણે પણ પાટણમાં ઋષભદેવનું ભવ્ય જિનાલય બંધાવ્યું.
આ ચાંપા શેઠ શ્રીમાળી જાતિના જ ન હતા. મહાન અમાત્ય ચાંપાના પુત્ર લહિરે, વનરાજ પછીના ત્રણ રાજવી સુધી પાટણમાં દંડનાયક તરીકે સેવા બજાવી. તેનો પુત્ર વીર અથવા વિમલ તરીકે પ્રસિદ્ધ થયે છે. તેણે આબુદેલવાડા પર જિનાલય બંધાવી, શિલ્પકળાને જગતભરમાં વિખ્યાત કરી.