________________
આત્માની અંદર કર્મોનું આવવું તે જ સંસારનું કારણ, અને કર્મનું આત્માથી દૂર થવું તે જ મોક્ષનું કારણ છે. આ કર્મો બંધાય છે, રાગ-દ્વેષને કારણે.. તેથી પરમાત્માની મુખ્ય આજ્ઞા છે કે જીવે તે-તે સંયોગોને આશ્રથીને તેવી-તેવી રીતે વર્તવું જેથી રાગ-દ્વેષ નબળા-નબળા પડતા જાય. તેથી જ જીવને તપ વગેરે સાધના કરવાની conditionમાં પરમાત્માએ કહ્યું કે ૧) જે કરતા તમારા રાગ-દ્વેષરૂપી દુર્બાન ન વધે તેવો તપ કરવો જોઇએ, બાહ્યતા કર્મોની સાથે-સાથે શરીરને પણ તપાવે છે, મોટેભાગે શરીર તપે, તેથી શરીરની અંદર રહેલો કચરો વગેરે બળી શરીર પુષ્ટ થાય છે, ખડતલ બને છે. પણ. વધારે પડતું કષ્ટ આપવાથી શરીરની સાથે ઇન્દ્રિય-મન અને છેવટે આત્મા પણ તપી જાય છે. મતલબ જીવ રાગ-દ્વેષનો ભાગી બની જાય છે, ગરમ પાણીની ઇચ્છાવાળાએ,
(a) ઠંડા પાણીને ગરમ પણ કરવું કર્તવ્ય છે. (b) પાણી વરાળ ન બની જાય તે જોવું પણ કર્તવ્ય છે. સાધના પંથે ડગ માંડનારા જીવના પણ મુખ્ય ૨ કર્તવ્ય છે. a) સાધના દ્વારા શરીરને તપાવવું.
b) શરીર અકાળે રોગિષ્ટ-મારણાંતિક વેદનાગ્રસ્ત ન બની જાય તેનું ધ્યાન રાખવું.
શરીરની અનુકૂળતાનું પુષ્ટિકરણ જેમ સંસારવૃદ્ધિમાં નિમિત્ત બને છે, તેમ શરીર દ્વારા કરાતી સાધના સંસારનાશમાં નિમિત્ત બને છે. માટે શરીરની આસક્તિ તોડવી જરૂરી છે પણ શરીર સાથે ક્રૂરતાપૂર્વકનો વ્યવહાર તો ઇષ્ટ નથી જ, શરીરની અનુકૂળતાની ઉપેક્ષા કરીએ તે ઉચિત છે, પણ શરીરની આવશ્યકતાની ઉપેક્ષા ન જ ચલાવાય માટે જ જિનશાસનમાં યથાશક્તિ સાધનાનું વિધાન છે, શક્તિને ગોપવ્યા વગર તપાદિ સાધના કરવાની છે, પણ ઇન્દ્રિયો અકાળે નકામી બની જાય, અવયવો ઢીલા પડી જાય તો તો નુકસાનનો ધંધો થાય.. જીવનું મુખ્ય કર્તવ્ય મુક્તિ મેળવવાનું છે, અને તે માટે રાગ-દ્વેષ ઘટાડવા તે મુખ્ય કર્તવ્ય છે, અનાદિકાળથી દેહ-ઇન્દ્રિયો સાથે જીવને મમત્વપણાની બુદ્ધિ હોવાથી તીવ્ર આસક્તિ છે, માટે વિવેકપૂર્વક કષ્ટ આપવાથી આસક્તિ પણ ઘટશે, શરીર સાધનામાં સાનુકૂળ પણ બનશે. દુશ્મનને