________________
૨) ક્રોધે ક્રોડપૂર્વતણું સંયમફળ જાય.
૩) રાત્રિભોજન કરનારા જીવો જે નરકમાં ગયેલા છે, તેમના મોંમાં પરમાધામીઓ ઝેરી કીડી નાંખી મોંને સીવી દે છે... વગેરે.
c) આજ્ઞા વચનો १) आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् । પરમાત્માની મુખ્ય આજ્ઞા છે કે ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ કરવું જોઇએ. २) तह तह पयट्टियव्वं जह जह राग-दोसा लहु विलिज्जति ।। તેવી તેવી રીતે પ્રવર્તવું જેથી રાગ-દ્વેષ વધુને વધુ નબળા પડતા જાય. ३) तदेव हि तपः कुर्यात् , दुर्ध्यानं यत्र नो भवेत् ।
येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ।। તેવોજ તપ કરવો જેમાં દુર્બાન ન થાય આવશ્યક કાર્યો સદાય નહિ અને ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય. ४) यत्र ब्रह्म बिनार्चा च कषायाणां तथा हतिः ।
सानुबंधा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ।।
જ્યાં બ્રહ્મચર્યનું પાલન છે, પરમાત્માની પૂજા છે, કષાયોનો હ્રાસ (ઘટાડો) છે. જિનાજ્ઞાની સાપેક્ષતા છે તેજ તપ શુદ્ધ કહેવાય છે.
પરમાત્માના ધર્મનો રસ | પાપનો તિરસ્કાર પેદા કરનારા વચનો હાથ-પગ તુલ્ય છે. આજ્ઞાવચનો heart તુલ્ય છે, આજ્ઞાવચનો કર્તવ્ય-અકર્તવ્યનું ભાન કરાવવા દ્વારા વિવેક આપે છે. અથવા તો રસ્તામાં ભૂલા પડેલા માટે માઇલસ્ટોન સમાન છે. અને ઉપરોક્ત ૨ પ્રકારના વચનો પ્રમાદી બનેલા જીવને speed આપનારા છે, મતલબ સારા માર્ગે લઇ જવા-એક્સીલેટર જેવા અને ખરાબ માર્ગથી બચાવવા બ્રેક સમાન છે. પણ એક્સીલેટર-બ્રેક તેને જ કામ લાગે, જેનું mind સ્ટેબલ છે, જેની પાસે મારે ક્યાં જવું તેનું સ્પષ્ટvision છે, ટુંકમાં ઉપરોક્ત ૨ પ્રકારના વચનો ૧ Re. તુલ્ય છે, આદેશકારી વચનો ૯૯૯૯ Rs. તુલ્ય છે.
આમ, તો જિનશાસનમાં ગુરુની આજ્ઞા મુજબ જ તપાદિ સાધના કરવાની કહી છે. પણ ક્વચિત ગુરુની ગેરહાજરીમાં નિર્ણય કરવો હોય તો કેવી રીતે કરાય ? અથવા તો પરમાત્માની આપણને મુખ્ય આજ્ઞા શું છે ? તે જાણવું હોય તો ઉપરના આજ્ઞાવચનોના ઉંડાણમાં જવું અતિ આવશ્યક છે.
જ ૩૦