________________
૪) માર્ગદર્શન મુજબની દવા-દ્વારા રોગનો નાશ કરવો. તેવીજ રીતે ભાવરોગના ઉપચાર માટે સામાન્યતઃ પરમાત્માભક્તિ, વડીલોની વૈયાવચ્ચાદિ કામ લાગે, પણ ભાવરોગોને જડમૂળથી દુર કરવા હોય, તો સામાન્યથી પદ્ધતિ આવી છે. ૧) ગુરુ પાસે જઈ જીવનની કિતાબ ખુલ્લી મુકવી. ૨) ગુરુ દ્વારા સૂચિત કરાયેલો આત્મનિરીક્ષણ નામનો ટેસ્ટ કરવો. ૩) ગુરુને તે Reports જણાવી વાસ્તવિક ભાવ રોગનું નિદાન તથા ઉપચાર જાણવો. ૪) ગુરુના માર્ગદર્શન મુજબની આરાધના વ્યવસ્થિત કરવા પૂર્વક ભાવરોગનો નાશ કરવો.
મૂળ વાત કરીએ તો એક જ હોસ્પીટલમાં રહેલા પેશન્ટોની દવા અલગ અલગ સંભવિત છે, કારણ રોગ અલગ-અલગ છે, તેમ જિનશાસનની Hospital માં રહેલા પેશન્ટોના ભાવરોગને દૂર કરનારી દવા પણ અલગ અલગ સંભવિત છે, કારણ રોગ અલગ-અલગ છે. કપડું સાંધવા માટે તલવાર લઇને આવનારો બાલિશ ગણાય છે. તલવાર અને સોય બન્ને શસ્ત્ર હોવા છતાં દરેકના પોતાના અલગ-અલગ કાર્યક્ષેત્ર છે, તે-તે કાર્યક્ષેત્રમાં જો તેનો ઉપયોગ કરાય તો Perfect Result અને Speedy Result મળે છે. તેવી જ રીતે જિનશાસનમાં પણ બતાવેલા ૧૨ તપ અત્યંત જરૂરી છે, પરસ્પર સંબંધિત છે. છતાં પણ દરેકનું અલગ-અલગ મહત્ત્વ છે. અલગ-અલગ કાર્યક્ષેત્ર છે, માટે યોગ્ય કાળે યોગ્ય તપ આચરવાથી વિશેષ ફાયદો થાય છે.
સામાન્યતઃ શરીરની આસક્તિ-જીભની આસક્તિ | ઇન્દ્રિયોની આસક્તિ તોડવા અણસણ, કાયક્લેશ, રસત્યાગાદિ બાહ્યતા વિશેષ ઉપકારી છે, અને વિચારોની પક્કડ અને મનની મલિનતાને ધોવા માટે વિનય-વૈયાવચ્ચાદિ અત્યંતર તપ ઉપકારી છે. આમ તો ગીતાર્થ ગુરુને માથે રાખી તેમના દ્વારા સૂચિત તપ કરવાથી વિશેષ કલ્યાણ થાય છે.
પ્રસિદ્ધ ઘટના છે, મોટી Factory માં મશીનરી બગડી ગઇ. મોટામોટા એજીન્યર જોવા આવે છે, Visiting Fee લે છે પણ મશીન ચાલુ થતું નથી. એજીન્યરને બોલાવવાના ખર્ચા માથે પડે છે. ત્યારે ગામડાનો ગમાર માણસ આવી નિરિક્ષણ કરી શેઠને કહે છે, ચાલુ કરી દઉં પણ ૧૦૦૦૦ Rs.