________________
તો એમ કહેવું, આવું રોજ થજો-તમારું કામ સફળ થજો..વગેરે.. ભગાભાઇ તહત્તિ કહી આગળ વધ્યા, અને સામે જ ઠાઠડી આવી-ભગાભાઇએ બૂમ પાડી-આવું રોજ થજો-તમારું કામ સફળ થજો !! એકબાજુ મરી ગયેલા જુવાન છોકરાની ઠાઠડી અને બીજીબાજુ કાનમાં સીસુ રેડતા આ શબ્દો !! પરિવારજનોએ ભેગા થઇ ભગાને ખૂબ માર્યો. પાછું રુદન-આપવીતી-પાછી નવી સલાહ-જો આવી ઘટના બને, તો બોલવું, આવું ક્યારેય ન થજો. ભગાભાઇ આગળ ચાલ્યા. સામે જાન લઇ મુરતીયો આવતો હતો અને ભગાભાઈ પ્રકાશ્યા-આવું ક્યારેય ન થજો !! જાનૈયાનું રીએક્શન શું હશે તે કહેવાની જરૂર નથી. કથા આમ હાસ્યાસ્પદ છે, પણ આપણા માટે બોધદાયક છે.... સ્થળ, સમય, સંયોગ, વ્યક્તિને નહીં ઓળખી શકવાને કારણે આજ્ઞાંકિત પણ ભગાલાલ બધે માર ખાતા હતા, તેવી જ રીતે આપણને પણ ઘણીવાર પ્રશ્ન ઉઠે છે, ભગવાને કહ્યું તેવું જ કરીયે છીએ, ઘણો ધર્મ કરીએ છીએ છતાં પણ આપણે કેમ દુઃખી ? તો પણ સફળતા કેમ નથી મળતી ? વગેરે... પણ હકીકત એ છે કે આજ્ઞાની માત્ર નંબરપ્લેટ છે,-Driver તરીકે અજ્ઞાનઆસક્તિ છે માટે જ ભગાની જેમ આપણો ઉદ્ધાર થતો નથી.
આમ પાત્રતા ભેદ-વ્યક્તિના ભેદે માર્ગનો ભેદ | આજ્ઞા નો ભેદ રહેવાનો જ... સંયોગ બદલાતા પૂર્વે જે કર્તવ્ય રૂપે હતું તે અકર્તવ્ય બની જાય, જે અકર્તવ્ય હતું, તે કર્તવ્ય પણ બની શકે છે. Problem અલગ અલગ હોય તો Solution અલગ અલગ જ હોય. રોગ અલગ અલગ હોય તો દવા પણ અલગ અલગ જ હોય. તેમ આત્માના દોષો અલગ અલગ હોય, તો તેને control માં રાખતી પરમાત્માની આજ્ઞા પણ અલગ અલગ જ હોય.
જેવી રીતે crocin બધા જ તાવમાં કામચલાઉ કામ લાગી જાય, પણ તાવને જડમૂળથી જો દૂર કરવો હોય, તો તે તાવનો પ્રકાર જાણી તે મુજબની દવા લેવાથી જ તાવ દૂર થાય. તાવને દૂર કરવાની process સામાન્યતઃ આ રીતે છે. ૧) Dr. પાસે જઇ ચેકઅપ કરાવવું. ૨) Dr. દ્વારા (સૂચિત) Reports કરાવવા.૩) Dr. ને રીપોર્ટ દેખાડી રોગનું નિદાન અને ઉપચારનું માર્ગદર્શન મેળવવું.