________________
દીક્ષાઃ “ચાલો ભગવાનને સારાં કામમાં પ્રેરણા કરી આંગળી ચિંધ્યાનો લાભ મેળવીએ' એમ વિચારી લોકાંતિક દેવોએ આવીને ભગવાનને દીક્ષા લેવા જણાવ્યું. વરસીદાન થયું. દીક્ષા અભિષેક થયો. ચંદ્રપ્રભા નામની શિબિકામાં બિરાજીત થઇને પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. વસ્ત્રત્યાગ કરી, દેવદૂષ્ય સ્કંધે રાખી પંચમુષ્ટિ લોચ કરીને અવસર પાકતાં છઠ્ઠ તપવાળાં પ્રભુએ ૧૦૦૦ રાજાઓની સાથે મહાવદ-૧૨ (પોષ વદ-૧૨) પૂર્વાષાઢા નક્ષત્રમાં પાછલે પહોરે સર્વસાવદ્યનાં ત્યાગરૂપ દીક્ષા સ્વીકારી.
બીજે દિવસે રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ઘેર ખીરથી પારણું થયું.
કેવલજ્ઞાન : અગ્યાર માસ દીક્ષાપર્યાયમાં છદ્મસ્થપણે વિહાર કરીને પ્રભુ પાછા સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પીપળાના વૃક્ષ નીચે પ્રતિમામાં રહેલાં પ્રભુને પોષવદ-૧૪ (માગસર વદ-૧૪) પૂર્વાષાઢા નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ૬૪ ઇન્દ્રો આવ્યા. માનવોનો સમૂહ આવ્યો. સમવસરણ વિરચાયું અને તીર્થની સ્થાપના થઇ. બ્રહ્મ નામે યક્ષ અને અશોકા નામે યક્ષિણી પ્રગટ થયાં.
નિર્વાણ : મોક્ષસમય જાણીને પ્રભુ પણ સમેતશિખર પધાર્યા. ૧ માસનું અનશન કરી વૈશાખ વદ-૨ (ચૈત્ર વદ-૨)નાં દિવસે ૧૦૦૦ મુનિઓની સાથે ભગવાન મુક્તિપુરીમાં કાયમ નિવાસ માટે ચાલી ગયા.
પરમનું પાવન સ્મરણ
ન સ્મરણ
૩૯
૩૯
*