________________
ભગવાનની અનુજ્ઞા લઇ વિશાળ મંડપ રચાવ્યો. અને વિધિપૂર્વક ભગવાનનો સુનંદા-સુમંગલાની સાથે પરિણય મહોત્સવ રચાવ્યો. યુગલિયાઓ બધું જ અત્યંત કુતૂહલપૂર્વક જોતાં હતાં, અને સરળ હોવાથી સ્વીકારતાં પણ હતાં. માટે ત્યારથી લોકમાં લગ્ન-વિધિ પ્રચલિત બની.
માત્ર ભોગાવલી કર્મો ખપાવવાના હેતુથી અનાસક્ત ભાવે બંને રાણીઓ સાથે ભોગ ભોગવતાં ભગવાનને સુમંગલાની કુક્ષિમાંથી બાહુ અને પીઠનાં જીવ-ભરત-બ્રાહ્મી તરીકે ઉત્પન્ન થયાં. તથા, સુનંદાની કુક્ષિમાંથી સુબાહુ અને મહાપીઠનાં જીવ-બાહુબલિ અને સુંદરી તરીકે ઉત્પન્ન થયાં. આ પછી માતા સુમંગલાએ પુત્રોનાં ઓગણપચાસ જોડલાંને જન્મ આપ્યો. (૯૮ પુત્રોને જન્મ આપ્યો). આમ, યુગલ તરીકે પુત્ર-પુત્રી જન્મતાં, એની જગ્યાએ માત્ર પુત્રો જ જન્મતાં થયાં. આવું પણ તે કાલે પ્રથમ વખત થયું. જે બધું યુગલિક કાલની સમાપ્તિનું સૂચક હતું.
અને ઋષભ “રાજા' બન્યાં.
કાલબલે કલ્પવૃક્ષોએ ફલો આપવાનું બંધ કર્યું. અમુક ફલો મળતાં, ત્યાં બીજા આવીને લઇ જતાં અને ત્યાં રહેનારાંને ફળો વગર રહેવું પડતું. આથી બંને વચ્ચે બોલાચાલી-ઝઘડા વગેરે થતાં. આમ કુલેશ-કષાય વધતાં વાતો લઇને નાભિ કુલકરની પાસે આવતાં. કારણ કે કુલકર એ યુગલિકોનાં નેતા વિશિષ્ટ પુણ્યશાળી વ્યક્તિ કહેવાતાં. કુલકરે દંડની ત્રણ નીતિ રચી.
૧. હકાર નીતિઃ જેમાં અપરાધીને કહેઃ “તે આવું કર્યું ?' અને એને ઘા લાગે. એ અપરાધ કરતો અટકી જાય. કાલબલે અપરાધીને આ નીતિની અસર ન થતી. જેથી બીજી નીતિ અસ્તિત્વમાં આવી. ૨. મકારનીતિ જેમાં અપરાધીને કહે: “તારે આવું ન કરાય.” એની પણ અસર ન થતાં ૩જી નીતિ આવી. ૩. ધિક્કારનીતિ ઃ જેમાં અપરાધીને જાહેરમાં ધિક્કાર અપાય. પરંતુ, કલ્પવૃક્ષો લહીન બનવાથી અને લોકોમાં કષાયોનું ચલણ વધવાથી અપરાધો વધતાં ગયાં. નાભિ કુલ- કરને હવે શું કરવું તે સમજાયું નહીં. લોકો વારે વારે કુલકરના આંગણામાં ધા નાખવાં લાગ્યાં. ત્યારે એકદા યુગલિકોને ઋષભે જ કહ્યું કે “લોકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે એને શિક્ષા માટે એક રાજા હોય છે.” પછી રાજાનું સ્વરૂપ સમજાવ્યું. યુગલિકો કહેઃ “તમે જ અમારાં
- ૧૦
*
જૈન તીર્થંકર ચરિત્ર