________________
મરીને પ્રાયઃ દેવલોકમાં જ ઉત્પન્ન થતાં. એમને મનોરંજનનું મન થતું હોય એ ઇચ્છા કલ્પવૃક્ષો પૂરી પાડતાં. આમ, તેમનાં એકધારા જીવનમાં વંશસ્થાપનાની જરૂર ન હતી.
પરંતુ, હવે ભવિષ્યમાં સમય બદલાવાનો હતો. ધરતી પરથી યુગલિક ધર્મ નામશેષ થવાનો હતો. માટે જ ઇન્દ્ર ધરતી પરનાં સર્વપ્રથમ વંશની સ્થાપના કરવાનું પોતાનું કર્તવ્ય જાણી નીચે આવ્યાં.
- “સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઇએ.” આવું ઔચિત્ય હોવાથી ઔચિત્યપાલક ઇન્દ્રદેવ હાથમાં શેરડીના સાંઠા લઇ ભગવાનની પાસે પધાર્યા. ત્યારે ભગવાન નાલિકુલકરનાં ખોળામાં બિરાજમાન હતાં. તેમણે ઇન્દ્રનાં આગમનનો હેતુ અવધિજ્ઞાનથી જાણ્યો. અને હાથ લંબાવી ઇન્દ્રનાં હાથમાંથી શેરડીનો સાંઠો સ્વીકાર્યો. ત્યારે આ સંકેતને પામીને ઇન્દ્ર ભગવાનનાં વંશની સ્થાપના કરી. એ વંશનું નામ “ઇવાકુ” સ્થાપ્યું. ઇક્વાકુ શબ્દનો અર્થ થાય. “ઇશું છે પ્રિય જેને” તે “ઇશ્વાકુ.”
પ્રથમ લગ્નોત્સવ : બાળપણમાં સૌધર્મેન્દ્ર ભગવાનનાં અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો હતો. ભગવાન ક્ષુધા લાગે ત્યારે અંગૂઠો ચૂસતાં હતાં..
અંગુષ્ઠપાનની અવસ્થા વીત્યા પછી સામાન્યથી સર્વ તીર્થકરો સિદ્ધ અન્ન-રાંધેલું ભોજન લેતાં હોય છે. પરંતુ, ભગવાનનાં સમયમાં હજી સુધી અગ્નિ હતો જ નહીં. તેથી અન્ન રંધાવવામાં આવતું જ નહીં. તેથી ઉત્તરકુરુક્ષેત્રથી ભક્ત દેવતાઓએ લાવેલાં કલ્પવૃક્ષનાં ફળો આરોગતાં હતાં, અને ક્ષીરસમુદ્રનાં જલનું પાન કરતાં હતાં.
એક વખત સૌથી પ્રથમ દુર્ઘટના ઘટી. તાડવૃક્ષની નીચે એક યુગલ ક્રિીડા કરતું હતું, એમાંથી યુગલિક નરના માથે તાડનું વૃક્ષ પડ્યું. અને એનું અપમૃત્યુ થયું. નારી એકલી રહી ગઈ. તેને તેનાં માતા-પિતા લઇ ગયાં અને ઉછેરી. પરંતુ, તેઓ પણ મરી ગયાં. ત્યારે એકલી બાળાને જોઇને કિંકર્તવ્યમૂઢ થયેલાં અન્ય યુગલીયાઓ તેને નાભિકુલકરની પાસે લઇ આપ્યા. નાભિરાજાએ કહ્યું, “આ પુણ્યશાળી એવા ઋષભની પત્ની થશે અને એને સંગ્રહી લીધી. એનું નામ સુનંદા રાખ્યું.
હવે અવસર જાણીને વિશાળ દેવ-દેવી પરિવાર સહિત ઇન્દ્ર નીચે પધાર્યા.
પરમનું પાવન સ્મરણ