SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આ અને આવા અન્ય હેતુઓથી હાસ્યમોહનીય કર્મ બંધાય છે. ૫) રતિમોહનીય – (i) દેશ વગેરે જોવાની ઉત્સુકતા. (i) વિચિત્ર પ્રકારની કામક્રીડા. (ii) બીજાના ચિત્તનું આકર્ષણ કરવું. આ અને આવા અન્ય હેતુઓથી રતિમોહનીય કર્મ બંધાય છે. ૬) અરતિમોહનીય— (i) ઇર્ષ્યા. (ii) પાપ કરવાનો સ્વભાવ. (iii) બીજાની રતિનો નાશ કરવો. (iv) ખરાબ કાર્યોમાં પ્રોત્સાહન કરવું. આ અને આવા અન્ય હેતુઓથી અતિમોહનીય કર્મ બંધાય છે. ૭) ભયમોહનીય – (i) સ્વયં ભય પામવો. (ii) બીજાને બીવડાવવા. (iii) બીજાને ત્રાસ આપવો. (iv) નિર્દયતા. આ અને આવા અન્ય હેતુઓથી ભયમોહનીય કર્મ બંધાય છે. ૮) શોકમોહનીય – (i) સ્વયં શોક કરવો. (ii) બીજાને શોક કરાવવો. (ii) રડવું, માથુ ફુટવું, છાતી ફુટવી. આ અને આવા અન્ય હેતુઓથી શોકમોહનીય કર્મ બંધાય છે. ૯) જુગુપ્સામોહનીય - - (i) ચતુર્વિધ સંઘની નિંદા કરવી. (i) ચતુર્વિધ સંઘની જુગુપ્સા કરવી. (ii) સદાચારની જુગુપ્સા કરવી. આ અને આવા અન્ય હેતુઓથી જુગુપ્સામોહનીય કર્મ બંધાય છે. વિશ્વસંચાલનનો મૂલાધાર ૬૩
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy