________________
૧૫) પુસ્તક વગેરેને પગ લગાડવો, થૂંક લગાડવું, બગલમાં-પહેરેલા કપડામાં રાખવા.
૧૬) ફુંકથી અક્ષર ભૂસવા.
૧૭) અવિધિથી યોગ, ઉપધાન કરવા-કરાવવા.
૧૮) પુસ્તક વગેરે ભૂમિ ઉપર મૂકવા.
૧૯)લખેલા કે કોરા કાગળ વગેરેથી વિષ્ટા વગેરે સાફ કરવા.
૨૦)અપશબ્દ બોલવા.
આ અને આવા અન્ય હેતુઓથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. ૨) દર્શનાવરણ –
૧) દર્શન (ચક્ષુદર્શન વગેરે), દર્શની (સાધુ વગેરે) અને દર્શનના સાધનો (આંખ, કાન, નાક વગેરે) પ્રત્યે.
૧) દુશ્મન જેવું વર્તન કરવું, અનિષ્ટ આચરણ કરવું. ૨) અપલાપ કરવો.
૩) મૂળથી નાશ કરવો.
૪) માનસિક અપ્રીતિ કરવી.
૫) આહાર, પાણી, ઉપાશ્રય, વસ્ત્ર વગેરે મળવામાં અંતરાય કરવો.
૬) જાતિ વગેરે પ્રગટ કરી નિંદા કરવી.
૨) આંખ, કાન, જીભ વગેરે કાપવા.
૩) હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનની વિરતિ ન કરવી. આ અને આવા અન્ય હેતુઓથી દર્શનાવરણ કર્મ બંધાય છે. ૩) વેદનીય –
૧) સાતાવેદનીય
-
૧) ગુરૂભક્તિ (માતા, પિતા, ધર્માચાર્ય વગેરેની ભક્તિ) ૨) ક્ષમા
૩) કરૂણા
૪) દેશવિરતિ કે સર્વવિરતિ (દેશવિરતિ = પાપોના આંશિક ત્યાગની પ્રતિજ્ઞા, સર્વવિરતિ = પાપોના સર્વ ત્યાગની પ્રતિજ્ઞા)
૫) સરાગસંયમ (રાગથી સંયમ પાળવું)
૬) દશ પ્રકારની સામાચારી પાળવી.
૬૦
જૈન દ્રષ્ટિએ કર્મવિજ્ઞાન...