________________
'કર્મબંધના ચાર પ્રકાર
કાર્મણ વર્ગણાના પુગલો એક સરખા છે. એમાં કોઇ ભેદભાવ નથી. જીવ જ્યારે પોતાના શુભાશુભ અધ્યવસાયો વડે એ પુદ્ગલોને ગ્રહણ કરીને આત્માની સાથે એકમેક કરે છે ત્યારે તેમાં ચાર વસ્તુઓ નક્કી થાય છે. આ ચાર વસ્તુઓનું નક્કી થયું એટલે ચાર પ્રકારનો કર્મબંધ થવો. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે– (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ, (૩) રસબંધ અને (૪) પ્રદેશબંધ.
લોટ એકસરખો હોવા છતાં તેમાંથી જુદા જુદા પ્રકારના લાડુ બને છે. કોઇ લાડુનો વાયુ દૂર કરવાનો સ્વભાવ હોય છે, કોઇ લાડુનો પિત્ત દૂર કરવાનો સ્વભાવ હોય છે, એમ જુદા જુદા પ્રકારના લાડુના જુદા જુદા સ્વભાવો એટલે કે પ્રકૃતિ હોય છે. કોઇ લાડુ દસ દિવસ ટકે, કોઇ લાડુ પંદર દિવસ ટકે, એમ જુદા જુદા પ્રકારના લાડુના જુદા જુદા કાળ એટલે કે સ્થિતિ હોય છે. કોઇ લાડુ અત્યંત ગળ્યો હોય, કોઈ લાડુ ઓછો ગળ્યો હોય, એમ જુદા જુદા પ્રકારના લાડુના જુદા જુદા સ્વાદ એટલે કે રસ હોય છે. કોઇ લાડુ મોટો હોય, કોઇ લાડુ નાનો હોય, એમ જુદા જુદા પ્રકારના લાડુના જુદા જુદા પ્રમાણ એટલે કે પ્રદેશ હોય છે.
કાર્મણ વર્ગણાના પુદ્ગલો એકસરખા હોવા છતાં તેઓ જ્યારે આત્મા સાથે બંધાય છે, ત્યારે તેમનામાં જ્ઞાન ગુણને ઢાંકવાનો, સુખ આપવાનો, ઊંચા કુળમાં જન્મ આપવાનો વગેરે સ્વભાવ નક્કી થાય છે. કર્મમાં આવો સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ. કાર્પણ વર્ગણાના પુગલો જ્યારે આત્મા સાથે બંધાય ત્યારે તેમનામાં આત્માની સાથે બંધાયેલા રહેવાનો કાળ નક્કી થાય છે. કર્મમાં આવો કાળ નક્કી થાય તે સ્થિતિબંધ. કાર્મણ વર્ગણાના પુગલો
જ્યારે આત્મા સાથે બંધાય ત્યારે તેમનામાં આત્માને તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિ નક્કી થાય છે. કર્મમાં આવી શક્તિ નક્કી થાય તે રસબંધ. કાર્પણ વર્ગણાના પુદ્ગલો જ્યારે આત્મા સાથે બંધાય ત્યારે ઓછા કે વધારે એવા નિશ્ચિત પ્રમાણમાં બંધાય છે. કર્મોના આ નિશ્ચિત પ્રમાણમાં બંધાવું તે પ્રદેશબંધ.
કાર્મણ વર્ગણાના પુગલોમાં સ્વભાવ, કાળ, શક્તિ અને પ્રદેશ નક્કી હોતા નથી. જ્યારે તેઓ આત્મા સાથે બંધાય છે ત્યારે આ ચારે એક સાથે નક્કી થાય છે. એટલે કે કર્મ બાંધતી વખતે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને
હા ૪૮ ) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...