________________
- પુણ્ય-પાપતી ચતુર્ભગી
અનુબંધ એટલે પરંપરા. તેના આધારે પુણ્યના અને પાપના દરેકના બે-બે ભેદ થાય છે. આમ પુણ્ય-પાપની ચતુર્ભગી થાય છે, એટલે કે ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે(૧) પુણ્યાનુબંધી પુણ્ય - ધર્મ કરવાથી પુણ્ય બંધાય છે. રસપૂર્વક અને ભાવપૂર્વક
ધર્મ કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જે પુણ્યના ઉદય વખતે નવું પુણ્ય બંધાય છે, એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. ભાવપૂર્વક ધર્મ કરવાથી બંધાયેલા પુણ્યના ઉદય વખતે સદ્ગદ્ધિ મળે છે. એ બુદ્ધિ એ પુણ્યોદયના કાળમાં નવો ધર્મ કરવા પ્રેરે છે. તેથી નવું પુણ્ય બંધાય છે. સામાન્ય ભાવથી કરેલા ધર્મથી બંધાયેલું પુણ્ય એકવાર ફળ આપીને રવાના થઇ જાય છે. એની પરંપરા ચાલતી નથી. ભાવપૂર્વક કરેલા ધર્મથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય નવું પુણ્ય બંધાવે છે. તેથી તેની
પરંપરા ચાલે છે. (૨) પાપાનુબંધી પુણ્ય – દુભાતા હૈયે ધર્મ કરવાથી, ધર્મ કર્યા પછી પસ્તાવો
કરવાથી, નિદાનાદિ (નિયાણું) કરવાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે. જે પુણ્યના ઉદય વખતે નવું પાપ બંધાય છે એ પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. પસ્તાવાપૂર્વક કરેલા ધર્મથી બંધાયેલા પુણ્યના ઉદય વખતે દુર્બુદ્ધિ જાગે છે. એ દુબુદ્ધિ એ પુણ્યોદયના કાળમાં પાપ કરવા પ્રેરે છે. તેથી નવું પાપ બંધાય છે. પાપાનુબંધી પુણ્યના ઉદયથી એકવાર અનુકૂળતા મળી જાય, પણ એ અનુકુળતામાં આસક્ત થઇને નવા પાપો થવાથી
નવા પાપકર્મ બંધાય છે. તેથી પરંપરા પાપની ચાલે છે. (૩) પાપાનુબંધી પાપ - અશુભ પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય છે. ભાવપૂર્વક
અશુભ પ્રવૃત્તિ કરવાથી પાપાનુબંધી પાપ બંધાય છે. જે પાપના ઉદય વખતે નવું પાપ બંધાય છે, એ પાપાનુબંધી પાપ કહેવાય છે. ભાવપૂર્વક કરેલી અશુભ પ્રવૃત્તિથી બંધાયેલ પાપના ઉદય વખતે દુર્બુદ્ધિ જાગે છે. એ દુબુદ્ધિ એ પાપોદયના કાળમાં નવા પાપ કરવા પ્રેરે છે. તેથી નવું પાપ બંધાય છે. સામાન્ય ભાવથી કરેલું પાપ એકવાર ફળ આપીને રવાના
© C ૪૬ Dઈ) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...