________________
(૫) ભય મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી જીવને ભય લાગે તે. (૬) જુગુપ્સા મોહનીય કર્મ ઃ જે કર્મના ઉદયથી જીવને જુગુપ્સા
થાય તે. (૭) પુરૂષવેદ મોહનીય કર્મ ઃ જે કર્મના ઉદયથી પુરૂષને સ્ત્રીના
ભોગની ઇચ્છા થાય તે. સ્ત્રીવેદ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરૂષના ભોગની
ઇચ્છા થાય તે. (૯) નપુંસકવેદ મોહનીય કર્મઃ જે કર્મના ઉદયથી સ્ત્રી-પુરૂષ ઉભયને
ભોગવવાની ઇચ્છા થાય તે. આમ ચારિત્ર મોહનીય કર્મના કુલ ઉત્તરભેદ = ૧૬ + ૯ = ૨૫ છે.
આમ મોહનીય કર્મના કુલ ઉત્તરભેદ = ૩ + ૨૫ = ૨૮ છે. ૫) આયુષ્ય કર્મઃ જે કર્મ જીવને ભવમાં પકડી રાખે છે. તે જીવના અક્ષયસ્થિતિ
નામના ગુણને ઢાંકે છે. તે બેડી જેવું છે. બેડી ચોરને જકડી રાખે છે, બીજે જવા દેતી નથી. તેમ આયુષ્યકર્મ જીવને ભવમાં જકડી રાખે છે, બીજે જવા દેતું નથી. તેના ચાર ભેદ છે. તે આ પ્રમાણેi) નરકાયુષ્ય કર્મ - જે કર્મના ઉદયથી જીવ નરકના ભાવમાં રહે છે. (i) તિર્યંચાયુષ્ય કર્મ – જે કર્મના ઉદયથી જીવ તિર્યંચના ભાવમાં રહે છે. (ii) મનુષ્પાયુષ્ય કર્મ – જે કર્મના ઉદયથી જીવ મનુષ્યના ભાવમાં રહે તે. (i) દેવાયુષ્ય કર્મ :- જે કર્મના ઉદયથી જીવ દેવના ભવમાં રહે તે. નામ કર્મઃ જે કર્મ જીવને ગતિ વગેરે પર્યાયોને અનુભવ કરાવે છે. તે જીવના અરૂપીપણાને ઢાંકે છે. તે ચિતારા જેવું છે. ચિતારો જુદા જુદા પ્રકારના ચિત્રો વગેરે બનાવે છે. તેમ નામકર્મ જીવને જુદા જુદા પ્રકારના ગતિ, જાતિ વગેરે આપે છે. તેના મુખ્ય ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે- (i) પિંડપ્રકૃતિ, (i) પ્રત્યેકપ્રકૃતિ અને (ii) ત્રણ-સ્થાવર દશકો. () પિંડ પ્રકૃતિ ઃ જે કર્મોના પેટાભેદો એકથી વધુ છે તે. તેના ૧૪ ભેદો
છે, તે આ પ્રમાણે(૧)ગતિ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવની તે તે ગતિરૂપે ઓળખ થાય છે. તેના ચાર ભેદ છે. તે આ પ્રમાણે
© ૨૬ > D જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...