________________
પાંચ પુરૂષોને કામક્રીડા કરતા જોઇને નિયાણું કર્યું કે, “મને પાંચ પતિ મળજો તેથી દ્રોપદીના ભવમાં તેને પાંચ પાંડવો રૂપી પાંચ પતિ મળ્યા. આ તેણીએ પૂર્વભવમાં નિયાણું કરીને બાંધેલા કર્મોનું ફળ હતું.
હરિશ્ચંદ્ર રાજા હતા. તેમને સુતારા રાણીને વેચવી પડી. પોતે નીચના ઘરે બાર વરસ સુધી પાણી લાવવાનું કાર્ય કર્યું. આ બધાનું મૂળ તેમના અશુભકર્મો હતા.
ચંદનબાળા રાજપુત્રી હતી. છતા તે ચોટામાં વેંચાણી. તે તેણીના પાપકર્મોનું પરિણામ હતું. શ્રેણિકરાજાએ સમ્યકત્વ પામ્યા પૂર્વે ગર્ભવતી હરણીનો શિકાર કરી તેની અનુમોદના કરી-નરકાયુષ્ય બાંધ્યું હતું. પછી ક્ષાયિક સમ્યકત્વ પામ્યા, તીર્થકર નામકર્મ બાંધ્યું છતાં પૂર્વે બાંધેલું નરકાયુષ્ય મરણ બાદ તેમને નરકમાં ઢસડી ગયું. શ્રેણિકરાજા મગધ દેશના સમ્રાટ હતા, પ્રભુવીરના અનન્ય ભક્ત હતા. અંતિમ અવસ્થામાં તેમના પુત્ર કોણિકે તેમને જેલમાં પૂર્યા અને રોજ ચાબૂકના ફટકા મરાવ્યા. આ બધી તેમના પાપકર્મોની લીલા હતી.
નળરાજા જુગારમાં રાજ્ય હારી ગયો. જંગલમાં દમયંતી રાણીનો પણ વિયોગ થયો. પછી તે ખૂબ ભમ્યો. આ બધા તેમના પાપકર્મોના કારસ્તાન હતા.
સુદર્શન શેઠને શૂળીએ ચડવું પડ્યું. મુંજ રાજાને ભીખ માંગવી પડી. કોણિક મરીને છઠ્ઠી નરકમાં ગયો, ગજસુકુમાલ મુનિના માથે સસરાએ પાળ બાંધીને અંદર બળતા અંગારા નાંખ્યા. મેતારજમુનિને સોનીએ માથે વાધર વીંટી તડકામાં ઊભા રાખ્યા. ખંધકસૂરિના પાંચસો શિષ્યોને પાલક પાપી પૂરોહિતે ઘાણીમાં પીલી નાંખ્યા. ખંધકમુનિની રાજસેવકોએ જીવતા ચામડી ઊતારી. આર્દ્રકુમાર, નંદિષેણ મુનિ, અરણિકમુનિ વગેરેએ ચારિત્ર છોડી ફરી સંસાર માંડ્યો. સુભદ્રા સતીને માથે કલંક આવ્યું. ચૌદપૂર્વધરો નિગોદમાં ગયા. આ બધાનું કારણ તેમના પાપકર્મો જ હતા.
સતી કલાવતીના જીવે પૂર્વભવમાં પોપટની બે પાંખ કાપી હતી. તેથી બંધાયેલા પાપકર્મ કલાવતીના ભવમાં તેણીના બે હાથ કપાવ્યા.
રુક્મિણીએ શીલસન્નાહ મંત્રી (અન્ય ગ્રંથમાં અન્ય દેશના રાજકુમારની વાત પણ આવે છે) ઉપર કામુક દૃષ્ટિ નાંખીને મનમાં કુવિચારો કર્યા. તેનાથી બંધાયેલા કુકર્મોએ તેને એક લાખ ભવમાં ભમાવી.
એક ખેડૂતે બાવળીયાના કાંટાથી જૂને મારી નાંખી. તેનાથી બંધાયેલા કર્મોના ઉદયે તે ખેડૂતને સાત વાર શૂળીએ ચઢવુ પડ્યું હતું.
રજા સાધ્વીએ કાચુ પાણી પીવાનું શરૂ કર્યુ અને તીવ્રભાવથી તેઓ
(૧૪૪જીસ્ટ
જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન...