SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. વચનથી – અશુભ કાર્ય કરતી વખતે કે કર્યા પછી વચનથી તેનો અફસોસ વ્યક્ત કરવો, વિલાપ કરવો, અન્ય સમક્ષ તેને પ્રગટ કરવા તે વચનથી થતા અશુભ કાર્યોના પશ્ચાત્તાપ-ગર્તા છે. ૩. કાયાથી – અશુભ કાર્ય કરતી વખતે કે કર્યા પછી રડવું, માથું કૂટવું, નીસાસા નાંખવા, લમણે હાથ દઇ બેસવું તે કાયાથી થતા અશુભ કાર્યના પશ્ચાત્તાપ-ગઈ છે. * શુભ કાર્યની અનુમોદનાથી પુણ્યકર્મ અનુબંધવાળું બંધાય છે અને પુણ્યકર્મનો રસ વધે છે. શાલીભદ્રના જીવે પૂર્વે સંગમ ભરવાડપુત્રના ભવમાં મુનિને માસખમણને પારણે ખીર વહોરાવી. પછી તેણે તેની ખૂબ અનુમોદના કરી. પરિણામે શાલીભદ્રના ભવમાં તે અઢળક રિદ્ધિ પામ્યો, ૩૨ કન્યાઓ સાથે લગ્ન થયા. મરીને દેવલોકમાં ગયેલા તેના પિતા રોજ ૩૩ પેટી ભોજનની, ૩૩ પેટી વસ્ત્રોની અને ૩૩ પેટી અલંકારોની આમ ૯૯ પેટી મોકલાવતા હતા. ભરયુવાનવયમાં આ બધુ છોડી તેણે ચારિત્ર લઇ ઉગ્ર સાધના કરી. અશુભ કાર્યની અનુમોદનાથી પાપકર્મ અનુબંધવાળું બંધાય છે અને પાપકર્મનો રસ વધે છે. અંધક મુનિના જીવે પૂર્વભવમાં કોઠાના ફળની છાલ એવી રીતે ઉતારી કે માત્ર છાલ રાખી હોય તો જોનારને ખબર ન પડે કે અંદર ફળ નથી. આ રીતે છાલ ઉતારીને તેણે તેની અનુમોદના કરી. પરિણામે બંધક મુનિના ભવમાં રાજાના આદેશથી રાજાના માણસોએ જીવતા તેમની ચામડી ઉતારી. શુભ કાર્યના પશ્ચાત્તાપ-ગર્ધા કરવાથી પુણ્યકર્મના અનુબંધ તૂટી જાય છે અને પુણ્યકર્મનો રસ અલ્પ થાય છે. મમ્મણ શેઠના જીવે પૂર્વભવમાં મહાત્માને સિંહકેસરિયો લાડવો વહોરાવીને પછી તેનો પશ્ચાત્તાપ કર્યો અને લાડવો પાછો માંગ્યો. મહાત્માએ લાડવો ધૂળમાં રગદોળી નાંખ્યો. તેથી તેણે પોતાના દાનની ગર્તા કરી. તેથી મમ્મણશેઠના ભવમાં દાનના પ્રભાવે અઢળક સંપતિ મળી, પણ તેને તે ભોગવી ન શક્યો. ઊલ્ટ તેની ઉપર મૂર્છા કરીને તે સાતમી નરકમાં ગયો. અશુભ કાર્યના પશ્ચાત્તાપ-ગ કરવાથી પાપ કર્મના અનુબંધ તૂટી જાય છે અને પાપકર્મનો રસ અલ્પ થાય છે. દૃઢપ્રહારીએ પોતાના જીવનમાં ચાર મહાહત્યાઓ કરી હતી. સ્ત્રીહત્યા, ગોહત્યા, બ્રાહ્મણહત્યા અને ગર્ભહત્યા. ( ૧૨૨ ) જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન..
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy