SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) રસત્યાગ – મધ, માંસ, માખણ, દારૂ - આ ચાર મહાવિગઇઓનો સંપૂર્ણ ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડાવિગઇ (તળેલું) આ છ વિગઈઓનો શક્ય એટલો ત્યાગ કરવો. (૫) કાયક્લેશ – શરીરને વિવેકપૂર્વક કષ્ટ આપવું-લોચ કરવો, વિહાર કરવો, આતાપના લેવી વગેરે. (૬) સંલીનતા - ઇન્દ્રિયોને અશુભ માર્ગોથી રોકવી, કષાયો તથા મન વચન-કાયાના અશુભ યોગોને રોકવા, ખરાબ સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું. સ્થિરાસન આદિના નિયમો લઇ બાહ્ય કૃતૂહલ આદિનો ત્યાગ ફરી શરીરને એકદમ સ્થિર રાખવું.. અત્યંતર તપ – જે તમને લોકો જાણી ન શકે, જે તપ મુખ્યતયા મનને અસર કરે અને જે તપને જૈનેતર લોકો કપરૂપે ન માને તે અત્યંતરતા. તેના છ પ્રકાર છે. તે આ પ્રમાણે ૧) પ્રાયશ્ચિત્ત – જે અતિચાર કે દોષો લાગી ગયા હોય તે ગુરૂ પાસે પ્રગટ કરી તેનો દંડ લેવો અને તે કરી આપવો તે. ૨) વિનય – જ્ઞાન-જ્ઞાની, દર્શન-દર્શની, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, રત્નાધિક વગેરેના ભક્તિ, બહુમાન, સત્કાર, સન્માન કરવા તથા આશાતના ટાળવી તે. વૈયાવચ્ચ – આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, તપસ્વી, સાધર્મિક, કુલ (એક વાચનામાં બેસનારા સાધુઓ), ગણ (કુલોનો સમુદાય), સંઘ, શૈક્ષક, (નવદીક્ષિત) ની આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વગેરેથી ભક્તિ કરવી તે. સ્વાધ્યાય – આત્મા સંબંધી જ્ઞાન મેળવવું તે સ્વાધ્યાય. તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) વાચના - ભણવું – ભણાવવું. (૨) પૃચ્છના - શંકા પડે તો પૂછવું. (૩) પરાવર્તના - પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા - અર્થનું ચિંતન કરવું. (૫) ધર્મકથા - ધર્મનો ઉપદેશ આપવો. વિશ્વસંચાલનનો મૂલાધાર
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy