SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ણાને ધારણ કરનારા.. છેક અનાદિ નિગોદમાં હોય ત્યારે પણ પ્રભુ અન્ય જીવો કરતાં ઉત્કૃષ્ટ ગુણવાન હોય છે. ૭) પુરિ લીલા' : સિંહ જેમ કૂર, પરાક્રમી, ઉદ્યમવંત હોય છે તેમ પરમાત્મા પણ કર્મો પ્રત્યે ક્રૂર, ઉપસર્ગ અને પરિસતો સહવામાં પરાક્રમી, રાગ-દ્વેષ-મોહને જરા પણ નહિં ચલાવી લેનારા, પ્રતિકૂળતા વચ્ચે પણ નિર્ભય, એકલવીર, ઇન્દ્રિયના વિષયોની ઇચ્છા માત્ર પણ નહીં રાખનારા અને ધર્મધ્યાન આદિમાં અત્યંત નિષ્પકમ્પ હોય છે. તેથી પ્રભુ ભવ્યજીવોમાં સિંહ જેવા જાણવા.. ૮) પુરિવરકુંડરિયા : કમળ જેમ કાદવમાં ખીલે છે અને પાણીથી વધે છે, છતાં તે બધાથી અલિપ્ત રહે છે, તેમ તીર્થકર ભગવંતો પણ કર્મરૂપી કાદવમાં ઉગવા છતાં અને પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપી ભોગો વડે ઉછરવા છતાં ઉત્કૃષ્ટતમ વેરાગ્યભાવના કારણે આ બધાથી પ્રભુ અલિપ્ત રહે છે, અથવા જેમ કમળ એ શ્રીલક્ષ્મીદેવીનું નિવાસસ્થાન છે તેમ કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ કમળ જેવા તીર્થકર ભગવંતો છે. 8) પુરિવર હસ્થી : વિશિષ્ટ પ્રકારના હાથી-ગંધહસ્તીના શરીરમાંથી ઝરતા મદ (એક જાતનું ચીકણું પ્રવાહી) ની ગંધના પ્રભાવે સામાન્ય પ્રકારના હાથીઓ દૂર દૂર ભાગી જાય છે. તેમ તીર્થંકર પ્રભુની પધરામણીથી ૧૨૫ યોજનમાં મારી-મરકી, દુષ્કાળ-પૂર-તીડ-આદિ બધા ઉપદ્રવો દૂર થઈ જાય છે અને લોકોમાં આનંદોત્સવનું વાતાવરણ છવાઈ જાય છે. પોતાની હાજરી માત્રથી ૧૬૨૫ K.M. ક્ષેત્રમાં રહેલા લોકોના દુઃખ-દર્દ-સંતાપને દૂર કરવાની શક્તિ એક માત્ર તીર્થંકર પરમાત્માઓમાં જ જોઇ શકાય છે. ૧૦) વૃત્તાન : તમામ ભવ્ય જીવોમાં જેઓ પોતાના તથાભવ્યત્વના પ્રભાવે | ગુણોની સમૃદ્ધિના પ્રભાવે ઉત્તમોત્તમ છે. ૧૧) નો નાદાનું : હવે જેઓનો સંસાર માત્ર એક પુદ્ગલપરાવર્ત જેટલો જ બાકી રહ્યો છે, તેવા ચરમાવર્તી જીવોને આત્મકલ્યાણ માટે જરૂરી મોક્ષમાર્ગ, ધર્મસાધના, ગુણોના બીજ આદિ પ્રાપ્ત કરાવનારા તથા જેઓને તે સર્વે પ્રાપ્ત થયેલા છે, તે સર્વની સુરક્ષા કરાવનારા હોવાથી તેઓ તે જીવોના નાથ કહેવાય છે. આવા લોકનાથ પરમાત્માને નમસ્કાર થાઓ.
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy