SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કાગડો-ગધેડો-ઊંટના કર્કશ શબ્દો ન જ સંભળાય. રૂપના ક્ષેત્રે વનખંડ-ઉદ્યાન-જલ ભરેલા સરોવરો વગેરે દેશ્ય જ સામે આવે પરંતુ મેલા શરીરવાળા, રોગીઓ, મૃતદેહ ઇત્યાદિ ન જ દેખાય. રસના ક્ષેત્રે કડવો-તૂરો વિગેરે અણગમતા રસવાળા દ્રવ્યો ન જ આવે પરંતુ ઉત્તમ મધુર વગેરે દ્રવ્યો જ સંપર્કમાં આવે. | સ્પર્શના ક્ષેત્રે મુલાયમસ્નિગ્ધ-શીતલ વગેરે સ્પર્શવાળા દ્રવ્યો જ આસપાસમાં હોય, પરંતુ કર્કશ-કઠણ-ઉષ્ણ સ્પર્શવાળા દ્રવ્યો આસપાસમાં ન આવે. કસ્તુરી-ચંદન-પારિજાત ઇત્યાદિની ઉત્તમ સુગંધ જ આસપાસ રેલાતી હોય. મૃત કલેવર આદિની દુર્ગધ આસપાસમાં ન જ હોય.. • આ વિષયમાં પ્રવચન સારોદ્ધારમાં બે અલગ અલગ અતિશય બતાવ્યા છે. ૧) ઋતુઓની અનુકૂળતા અને ૨) ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતા. • શ્રી સમવાયાંગ સૂત્રમાં આ જ વિષયના ત્રણ અલગ અલગ અતિશય બતાવેલ છે. ૧) સર્વ ઋતુઓ અનુકૂળ સુખ સ્પર્શવાળી થાય. ૨) અણગમતા ઇન્દ્રિયવિષયોનો અભાવ થાય. ૩) મનગમતા ઇન્દ્રિયવિષયો પ્રગટ થાય. • આ સિવાય સમવાયાંગ સૂત્રમાં બીજા કેટલાક અતિશય બતાવવામાં આવ્યા છે. જે મતાંતર તરીકે ગણવામાં આવ્યા છે. ૧) પ્રભુ જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે ભૂમિપ્રદેશ એકદમ લીસો (અનુકૂળ) અને રમણીય થાય છે. ૨) અન્ય ધર્મોના સંન્યાસીઓ પણ ભગવાન પાસે આવીને નમન કરે છે. ૩) અન્ય ધર્મોના તે સંન્યાસીઓ પ્રભુની દેશના સાંભળી એકદમ નિરુત્તરનિસ્તેજ થઇ જાય છે. ૪) ભગવંત અર્ધમાગધી ભાષામાં જ દેશના આપે. તે સિવાય તે જ સૂત્રમાં બીજા મતાંતર તરીકે બે અતિશય બતાવ્યા છે. ૧) પરમાત્મા બિરાજતા હોય ત્યાં કાલાગુરુ, કન્દરુ (ચીડા), તુરુક (શીલ્ડક) નામના ઊંચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપોની મઘમઘતી સુગંધ ફેલાય છે. ૨) પ્રભુની બન્નેબાજુ અત્યંત મૂલ્યવાન બાજુબંધ પહેરેલા બે યક્ષો ચામર વીંઝે છે.
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy