SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી-વિદ્યાધરો-મનુષ્યો આદિના રૂપ-સૌભાગ્ય-કાંતિ-લાવણ્ય-દીપ્તિ આદિનો ઢગલો એકબાજુ રાખવામાં આવે અને બીજી બાજુ પ્રભુના પગના અંગુઠાનો અગ્રભાગ મૂકો તો પણ રાખનો ઢગલો કંચનગિરિની બાજુમાં શોભા ન પામે તેવો લાગે છે. વિશ્વના તમામ જીવો ભેગા થઇને પરમાત્માના રૂપનું વર્ણન કરવા બેસે તો પણ સર્વાગ સંપૂર્ણ વર્ણન ન થઇ શકે. તે તે વર્ણના પરમાત્મા પાસે તે તે વર્ણના સર્વોચ્ચ લેવલના મણિ-રત્નો પણ ઝાંખા પડી જાય તેવી અનંતગુણ તેજસ્વિતા અને ઉત્તમતા પરમાત્મામાં હોય છે. ૧,૦૦૮ લક્ષણ, મસ્તક પર શિખા, છાતી પર શ્રીવત્સ તથા અત્યંત નિયોજિત દેહાવયવોના કારણે પરમાત્માનો દેહ પરમસૌભાગ્યવંત હોય છે. ii) લોકોત્તર સુગંધવાળો પ્રભુનો દેહ હોય છે-પરમાત્માનો દેહ કમળના સુગંધથી અનંતગુણ સુગંધ ધરાવતો હોય છે. વિશ્વના તમામ સુગંધી તત્ત્વના અર્કના ઢગલા પણ પ્રભુના દેહ સામે નબળા પુરવાર થયા વિના ન રહે. આત્મામાં રહેલી અનંત ગુણોની સુગંધનું સુચક દેહસુગંધ છે. અહીં ઉપલક્ષણથી પાંચ ઇન્દ્રિયોની પરમતૃપ્તિનું કારણ પરમાત્માનો દેહ જાણવો, વર્ણ-ગંધની જેમ સ્પર્શ-શબ્દ આદિ પણ અનુત્તર હોય છે. ii) રોગરહિત શરીર – પૂર્વના ભવમાં ભાવેલી ઉત્કૃષ્ટ કરુણારૂપ ભાવદયાના પ્રભાવથી પરમાત્માની કાયા આજીવન કોઇ પણ પ્રકારની ખોડખાંપણ કે રોગના અંશમાત્ર પણ ચિહ્ન વિનાની અત્યંત આરોગ્યયુક્ત હોય છે. આજીવન નિરોગી દેવતાઓ કરતાં પણ પરમાત્માનું આરોગ્ય અનંતગુણ ચડિયાતું હોય છે. આજન્મ ક્યાંય ક્યારેય કોઇ જ રોગ પરમાત્માને થતા નથી. V) પરસેવારહિત શરીર – ગમે તેવી ગરમી કે તડકામાં પણ પરમાત્માને સ્ટેજ પણ પરસેવો થતો જ નથી. આ પ્રભુની કાયાની સહજ વિશેષતા છે. તેથી સદાકાળ પ્રભુની કાયા એવી ને એવી તરોતાજા જ રહે છે. v) એલરહિત શરીર - ગમે તેવા સંયોગોમાં પરમાત્માની કાયાને મેલ લાગે જ નહીં, ચોંટે જ નહીં તેવી પરમાત્માની કાયા હોય. અનાર્યદેશના વિચરણ વખતે અજ્ઞાની જીવો ધ્યાનસ્થ પ્રભુના દેહ પર ધૂળના ઢગલા કરી નાખતા છતાં લેશમાત્ર પણ ધૂળ ચોંટતી નહીં.. * ૩૮
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy