SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠિત હોય છે અને ઉત્તમ રત્નોથી જડેલું હોવાના કારણે સતત તેજકિરણોનો પુંજ તેમાંથી નીકળતો હોય છે. પાદપીઠ પણ ઉત્તમ રત્નજડિત અને તેજસ્વી હોય છે. કેટલાક ગ્રંથોમાં સુવર્ણમય સિંહાસન બતાવ્યું છે. આ સિંહાસનની બરોબરી કરી શકે તેવું સિંહાસન વિશ્વમાં ક્યાંય હોતું નથી. ) ભામંડલ - ભગવંતના મસ્તકની બહુ જ નજીક હેજ પાછળના ભાગે બારસૂર્યના તેજને પણ જીતી લેતું અતિતેજસ્વી તેજોવલય હોય છે જે અંધારામાં પણ દશેદિશાને અજવાળે છે. ભગવંતના અતિતેજસ્વી રૂપનું દર્શન દુર્લભ ન થઇ જાય તે માટે જાણે તે તેજ બહાર ભેગું થઇને એક ઠેકાણે રહયું હોય અને સર્વજીવોને દર્શન સુખકારી બની જતું હોય એવી કલ્પના કવિઓએ કરી છે તો ક્યાંક પરમાત્મામાં પ્રગટેલી અનંતજ્યોતિ અંદર ન સમાઇ શકવાથી તેનો વધારાનો પિંડ બહાર આવ્યો હોય તેવી કલ્પના કરવામાં આવી છે. ઘાતિકર્મના ક્ષયથી પરમાત્માને આ અતિશય હોય છે. આવું તેજોવલય વિશ્વમાં બીજા કોઇને ન હોવાથી તે પ્રભુની ઓળખ રૂપ છે. ૭) દેવદુંદુભિ - ઉંચે આકાશમાં દેવતાઓ દ્વારા વગાડાતો અથવા સ્વયં વાગતો વિશ્વવ્યાપી દુંદુભિનાદ થાય છે. દુંદુભિને ભેરી અથવા મહાઢક્કા પણ કહેવાય છે. તેનો નાદ ઘણો ગંભીર, ભયહર અને ઉલ્લાસકર હોય છે. સ્વયં વાગવું, દૂર સુદૂર સુધી ફેલાતો તેમજ અત્યંત ગંભીર અને મધુર અવાજતે અતિશય છે. ૮) ત્રણ છત્ર - શ્રેષ્ઠ ઉજ્જવલ મોતીઓથી શોભતા એક ઉપર એક એમ રહેલા ત્રણ છત્ર પરમાત્માની ઉપર શોભે છે. વિહારમાં પણ પ્રભુની ઉપર રહે છે અને સમવસરણમાં ચાર દિશાના ચાર પ્રભુ પર ત્રણ-ત્રણ અને ઊર્ધ્વદિશામાં ત્રણ એમ પંદર છત્ર પરમાત્માની ઉપર શોભે છે. મોતીની માળાથી યુક્ત આ છત્રત્રય જાણે પ્રભુનું ત્રણ લોક પરનું આધિપત્ય સૂચવતા હોય તેવું લાગે છે. મોતીની ઉજ્વલતા, દિવ્યતા અને તેજસ્વિતા આ ત્રણ છત્રમાં જેવી હોય છે, તેવી બીજે ક્યાંય હોતી નથી, તેથી જ તે પરમાત્માના અતિશય રૂપ છે. આ આઠે પ્રાતિહાર્ય શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભુતા અને દેવાધિદેવ - ૩૫
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy