SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આવી અનુપમ સત્તાનો ત્યાગ કરી પ્રભુ સ્વયંબુદ્ધ થઇ દીક્ષા ગ્રહણ કરે છે. સર્વ શિક્ષાઓના રહસ્યને તથા જે-જે કાળે જે જે ઉચિત કરવું જોઇએ તે જાણતા હોઇ પૃથ્વી પર અપ્રતિબદ્ધપણે વિચરે છે. પરિષદો અને ઉપસર્ગોને સહન કરી કર્મ ખપાવવાના અને આત્મશુદ્ધિના ઘોર પરાક્રમને આચરે છે. કેવળજ્ઞાન કલ્યાણક જ્ઞાન-દર્શન-ચારિત્રની અનુપમ સાધના, આત્મરમણતા, તત્ત્વચિંતન તથા પુદ્ગલસ્વરૂપનું ચિંતન, મત્યાદિ ભાવનાઓ તથા ફાજ્યાદિ દશવિધ ધર્મથી સતત આત્મશુદ્ધિની પ્રક્રિયામાં રમમાણ પરમાત્મા છેવટે શુક્લધ્યાન પર આરુઢ થાય છે અને ક્ષપકશ્રેણિ દ્વારા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ રૂપ ચાર ઘાતકર્મોનો ક્ષય કરી સર્વદ્રવ્યો અને તેની બધી જ અવસ્થાઓ(પર્યાયો)નું સાક્ષાત્કાર કરતું કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ ક્ષણે તીર્થકર નામકર્મનો વિપાકોદય (સફળ ઉદય-સંપૂર્ણ ઉદય) થાય છે જેના પ્રભાવે એક યોજન પ્રમાણ પીઠબંધ પર રચેલા ચાંદી, સોના અને રત્નના ત્રણ ગઢવાળા સમવસરણ પર બેસી અસંખ્ય ભાવિકોને દેશના આપી વિશ્વનું ભાવદારિશ્ય દૂર કરે છે. અષ્ટ મહાપ્રાતિહાર્ય, ૩૪ અતિશય, વાણીના ૩૫ ગુણ આદિ વડે દેવો, અસુરો અને મનુષ્યોને આનંદિત કરતા, સ્વયં કૃતાર્થ હોવા છતાં પરોપકાર માટે જગત પર વિચરી અનાદિકાલીન પ્રબલ મિથ્યાત્વનો નાશ કરે છે, કુમતરૂપ અંધકારને દૂર કરી સુમતરૂપ પ્રકાશને પાથરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલા તીર્થકર ભગવંતો અનંતજ્ઞાન (સર્વજ્ઞતા), અનંતદર્શન, અનંતવીર્ય(શક્તિ) અને વીતરાગતા ગુણથી યુક્ત બને છે. તેથી તેઓ નિરંજન, પરમાત્મા કહેવાય છે. વિશ્વોપકારી પરમાત્મપણું અહીંથી પ્રગટ થાય છે. નિર્વાણ કલ્યાણક તીર્થકર ભગવંતો આયુષ્યકર્મની સમાપ્તિના સમયે વિશિષ્ટ આત્મિક પ્રક્રિયાઓ દ્વારા બાકીના કર્મોને ઝડપથી ખપાવી સંસારમાં જકડી રાખનારા વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્યકર્મનો ક્ષય કરી એક જ સમયમાં સીધી ગતિથી લોકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મોક્ષમાં ચાલ્યા જાય છે. હવે સાદિ અનંતકાળ માટે તેઓ અનંતદર્શન, જ્ઞાન, વીર્ય અને સુખમાં લીન રહે છે. તીર્થક * ૨૮
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy