SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રાખે... સહજ ઉદારતા, ક્ષમાશીલતા, ગંભીરતા આદિના પ્રભાવે અપકારી ૫૨ પણ દ્વેષની બુદ્ધિ લાંબો સમય ન રહે. જેમ પાણીને લાંબો સમય મેલુ રાખી ન શકાય તેમ આવા ઉત્તમોત્તમ આત્માઓના ચિત્ત પણ લાંબો સમય મલિન રહી શકતા નથી, આકાશને જેમ ખરડી શકાતું નથી તેમ ગમે તેવા અધમ સંયોગો પણ આવા મહાપુરુષોના મનને લાંબો સમય મલિન બનાવવા સમર્થ નથી થઇ શકતા. ૭) કૃતજ્ઞતાપતય: :- પોતાના દ્વારા થયેલા ઉપકારોને જેઓ ક્યારેય યાદ રાખતા નથી, પરંતુ અન્યના નાના પણ ઉપકારોને ખૂબ જ મહત્તાના દાનપૂર્વક યાદ રાખે છે અને ઉત્કૃષ્ટતમ-બદલો વાળી આપવા છતાં હરહંમેશ કૃતજ્ઞતાના ભાવથી ભીના ભીના રહે છે. નાનામાં નાના જીવના નાનામાં નાના ઉપકારને અનેકગણો બદલો વાળી આપવા છતાં જીવનભર યાદ રાખે તે તીર્થંકર પ્રભુ. ૮) અનુપતવિત્તાઃ :- દેવાધિદેવ પ્રલોભન કે પ્રતિકૂળતામાં પોતાની ઉત્તમતાથી જરાપણ ચલાયમાન થતા નથી. સત્ત્વ પર્વત જેવું અટલ હોય છે. ઉત્સાહ જેમનો ક્યારેય મોળો ન પડે, શ્રદ્ધા જેમની ક્યારેય કાચી ન પડે, ગુણવત્તા જેમની ક્યારેય નબળી ન પડે અને મલિનતા ક્યારેય જેમને ન સ્પર્શે તે આપણા રાજરાજેશ્વર તીર્થંકર ભગવંતો હોય છે. , ૧) તેવ-ગુરુદ્ધદુમાનિનઃ :- ભવિષ્યમાં જેઓ દેવોના પણ દેવ અને વિશ્વસમગ્રના પરમગુરુ બનવાના છે, તેમના વૈરાગ્યની વિશિષ્ટતા, મોક્ષાભિલાષની તીવ્રતા અને દેવ-ગુરુ પ્રત્યેની ઉત્કૃષ્ટ શ્રદ્ધાશીલતાના કારણે વિશિષ્ટ અહોભાવ તેમના આત્મામાં સદાકાળ છલકાતો હોય છે. ત્રણલોકમાં-દેવાધિદેવોના આત્મામાં જે બહુમાન, અહોભાવ અને સમર્પણ હોય છે તેવો અન્ય કોઇમાં ક્યારેય હોતો નથી. ૧૦) શીરાશયાઃ :- મહાસાગર જેવી ગંભીરતાને ધારણ કરનારા હોવાના કારણે સુખ-દુઃખ ઇત્યાદિને પચાવી જાય, સ્વના દુઃખે દુઃખી નહીં, બીજાના દોષે દ્વેષી નહીં... સદાકાળ પરમસ્વસ્થતામાં જીવતા હોય... તેથી ઘણા બધાના વિશ્વાસપાત્ર શ્રદ્ધાસ્થાન બની જાય... સહજપણે જ સમાજમાં મુઠી ઊંચેરું સ્થાન મેળવી લે... આ દર્શદશ ગુણો અન્યજીવોમાં ઓછાવત્તા અંશે હોઇ શકે છે પરંતુ દેવાધિદેવ પ૨મતા૨ક તીર્થંક૨ ભગવંતોના આત્મામાં આ ગુણો સર્વોત્કૃષ્ટ વિશિષ્ટતાસભર અને ઊંચાઇસભર હોય છે. તે પણ અનાદિકાળથી જ... ષટ્યુંરુષ ચરિતમાં જણાવ્યુ છે તેમ આ જ ગુણોના પ્રભાવે અનાદિ નિગોદમાંથી ૧૫
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy