SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અવતાર વગેરે ઘણી ઘણી વાતો અલગ અલગ ધર્મોની પરંપરામાં બતાવવામાં આવી છે. પરંતુ જૈનદર્શનના તીર્થકરો ફરીથી-જન્મ નથી લેતા... બીજા જ આત્માઓ ઉત્કૃષ્ટ શુભપુણ્યના બળે નવા તીર્થકર તરીકે આવે છે. (૭) ઇશ્વર રાગ-દ્વેષ અને મહામોહરહિત હોય છે. રાગ-દ્વેષથી અકાર્ય કે અનુચિતકાર્ય થતા હોય છે. જેન તીર્થકરો રાગ-દ્વેષયુક્ત નથી હોતા... આત્માની તમામ મલિનતાઓનો નાશ કરી વિશુદ્ધ પરમનિર્મળભાવને પ્રાપ્ત કરી ચૂકેલા તીર્થંકર પરમાત્મા હોય છે. આવા તીર્થકર ભગવંતના ચરણોમાં લાખ લાખ નમસ્કાર.. વિશ્વમાં પ્રચલિત કોઇ પણ દર્શનમાં ઈશ્વર બે રૂપે અથવા બેમાંથી કોઇ એક રૂપે મનાય છે. નિરાકાર અને સાકાર.. (૧) અનાદિકાલથી શુદ્ધ-સનાતન-પરમશક્તિવંત પરમતત્વરૂપ ઈશ્વર... યોગની પરિભાષામાં પરબ્રહ્મ કહેવાય છે. (૨) વ્યક્તિરૂપ ઈશ્વર... મનુષ્યરૂપે ધરતી પર અવતરી લોકમાં ઈશ્વરરૂપે પ્રસિદ્ધ થાય તે... કોઇક પરંપરામાં ઈશ્વરતત્વ જ અવતાર લઇ વિશ્વમાં સત્યમાર્ગ દેખાડે છે, ક્યાંક ઈશ્વરનો સંદેશવાહક યા તો માનસપુત્ર ધરતી પર આવે છે. જેનદર્શનના મત મુજબ આગળ બતાવાનારી પ્રક્રિયાથી આત્મામાંથી પરમાત્મા બનવાની પાત્રતા જેમની પ્રગટી ચૂકી છે તેવા આત્માઓ તીર્થકર બની સાધનાપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરી વિશ્વને શાશ્વતસુખનો માર્ગ દેખાડતા હોય છે. જિનશાસનમાં પણ પરબ્રહ્મ અને વ્યક્તિબ્રહ્મ એમ બન્ને પ્રકારની વાતોને સ્વીકારવામાં આવી છે. - ૧) તમામ અરિહંતોમાં રહેલું આહત્ત્વ = અરિહંતપણું-તે જ પરમબ્રહ્મ... 'सकलाऽर्हत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशान-मार्हन्त्यं प्रणिदध्महे ।।' આજ સુધીમાં થયેલા, વર્તમાનમાં વિદ્યમાન અને ભવિષ્યમાં થનારા તીર્થકર ભગવંતોની આધારશીલા, મોક્ષલક્ષ્મીનું મંગલસ્થાન, પાતાલલોક, મનુષ્યલોક અને સ્વર્ગલોક-એમ ત્રણે લોકમાં જેમનો મહિમા, જેમની આજ્ઞા અને જેનું સામ્રાજ્ય અખંડ છે તેવા આઈજ્યનું પ્રણિધાન કરીએ છીએ. - ૪ -
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy