SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર અનાદિકાળથી અંકુશ બહાર રહેલ એવા મનને અંકુશમાં લાવી, કષાયોનો નિગ્રહ કરી, વિષયો પ્રત્યેની આસક્તિ ઘટાડીને તાત્ત્વિક ધ્યાન કરવાનું છે. આ ધ્યાન કરતાં-કરતાં કેવળ કલ્પનાના બૌદ્ધિક તરંગો જ ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપણા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ જ આપણું અંતિમ ધ્યેય છે. તેના સાધનરૂપે જ આ ધ્યાનમાર્ગ, ધ્યાનયોગ સ્વીકારવામાં આવે છે. આત્માનો આનંદ જો ધ્યાન દરમ્યાન અનુભવાય તો સમજવું કે આ તાત્ત્વિક ધ્યાન છે. બાકી બધું પ્રાયઃ વ્યર્થ છે ! બસ ! આ ધ્યાનયોગના માધ્યમે વહેલી તકે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય, અખંડ આનંદમય, ચૈતન્યમય આત્મા અનુભવાય, સંસારની બાહ્ય કોઇ પણ ચીજ વ્યર્થ લાગે, તુચ્છ લાગે, અસાર લાગે તથા આત્મા જ પ્રાપ્તવ્ય લાગે, તેમાં જ શ્રેયઃ અનુભવાય અને વહેલી તકે પરમપદની પ્રાપ્તિ થાય. એ જ મંગલ ભાવના... જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ ૬૬ જૈન ધ્યાન માર્ગ
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy