SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ને હાથની હથેળી પરસ્પર ઘસી ધ્યાનની ઊર્જા મોઢા ઉપર, બન્ને હાથ-છાતી, બે બાહુ, સાથળ, પગ ઉપર ફેરવી હળવેથી આંખો ખોલી શકાય, આ સ્વરૂપે સિદ્ધભગવંતનું ધ્યાન આઠ કર્મને અને અજ્ઞાનને બાળી નાંખે છે. ધ્યાનઅગ્નિથી અજ્ઞાનદહન तमसो मा ज्योतिर्गमय । આ ધ્યાનથી રાગ-દ્વેષ અને આઠેય કર્મના કચરા બળી ગયા છે. જે અરૂપી સિદ્ધતત્ત્વ તે જ હું છું ‘સોડહં' નો લય અને નિજસ્વરૂપનું અનુસંધાન ખરેખર અદ્ભુત શાંતિ આપે છે. સિદ્ધ ભગવાનની રૂપાતીત અવસ્થાનું આપણે ધ્યાન ર્યું. ક્રમસ૨, પદ્ધતિસર ધ્યાન કરતાં કરતાં મન સ્થિર થાય છે. આગળ વધતાં સુષુમ્ના નાડી પાંચ-દશ સેકન્ડ માટે સ્થિર થાય છે. વાણી, વિચાર, વિકલ્પ અને આભાસ પણ છૂટી જાય તથા શ્વાસ છૂટી જાય, શાંત થઇ જાય, ત્યારે સાચું ધ્યાન કહેવાય, એકાંતમાં કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) મુદ્રામાં ધ્યાન થઇ શકે તો ઉત્તમ. ૬૪ જૈન ધ્યાન માર્ગ
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy