SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ગઢમાં રત્નજડિત સુવર્ણ સિંહાસન ઉપર ભગવાન સ્વયં બેઠા છે. ભગવાન ચાર મુખે દેશના આપે છે. ભગવાનની અમીદેષ્ટિ સમવસરણના દરેક જીવ ઉપર પડે છે. આપણા ઉપર પ્રભુની અમીનજર પડવાથી આપણને અંતરમાં અત્યંત ધન્યતાનો અહેસાસ થાય છે. પરમાત્મા જાણે કે આપણને બોલાવી રહ્યા છે, તેડાવી રહ્યા છે. દેવલોકમાંથી દેવો ઉતરી સમવસરણ તરફ જાય છે. રાજા, સેનાપતિ, શ્રેષ્ઠી, નાગરિકો, હોંશે હોંશે હરખથી જાણે કે ભગવાનના તેડાને સ્વીકારતા બધા જીવો સમવસરણમાં આવે છે. સમવસરણની બહાર ઇન્દ્રધ્વજ ચાર દિશામાં છે. દરેક ઇન્દ્રધ્વજની બાજુમાં બે બે વાવડીઓ છે. વાવડીની ઠંડક તથા ભગવાનના ઉપશમરસની ઠંડક, પુષ્પવૃષ્ટિની સુવાસ તથા ભગવાનની વિશ્વવત્સલતા, મૈત્રી, કરુણાની સુવાસથી મઘમઘતું વાતાવ૨ણ અત્યંત ઓજસ્વી અને તેજસ્વી બની ચૂકેલ છે. કેન્દ્રમાં ભગવાન બિરાજે છે. બધાની નજર ભગવાન ઉપર છે. વીતરાગભાવની પોષક દેશના ચાલી રહી છે. બધાના કાન દેશના સાંભળવામાં તત્પર છે. ઉપશમ, વૈરાગ્ય, અહોભાવ, બહુમાન, કૃતજ્ઞતા, સમર્પણ, શરણાગતિ, ભક્તિની વસંત, અપૂર્વ પ્રસન્નતા, દિવ્ય આનંદ શ્રોતાઓમાં દેખાય છે. ભગવાનનો દરબાર સોળ શણગારથી ખીલેલો છે. કુદરત અને પ્રકૃતિ પોતાના લાડલાનું આ રીતે સન્માન કરે છે. પક્ષપાત વગર, ઉદારતાથી, ગંભીરપણે જગતના સર્વ જીવોના કલ્યાણની કામના કરનારનું સન્માન કરવા માટે પ્રકૃતિ પણ તૈયાર છે. ભગવાનના ભવ્ય સાનિધ્યમાં કાંટાઓ ઊંધા થઇ ગયા છે. છ ઋતુ એકીસાથે ખીલી છે. પંખીઓ ભગવાનને પ્રદક્ષિણા આપી રહ્યા છે. લીલો કે સુકો દુકાળ નથી. જીવોને ૫૨સ્પ૨ વે૨ નથી. ભગવાન ચોત્રીસ અતિશયથી યુક્ત છે. વાણીના પાંત્રીસ ગુણથી ધર્મદેશના છલકાય છે. જીવો બહુમાનથી અને શ્રદ્ધાથી આત્મગુણોના વિકાસ તરફ આગળ વધે છે. ભગવાનની દેશનાથી મિથ્યાત્વ જાય, સમવસરણમાં શ્રાવકો શ્રામણ્યજીવન સ્વીકારવા ઉલ્લસિત થાય છે અને ઓઘો લઈને નાચે છે. જીવન માંગલ્ય અનુભવે છે. વાહ, ભગવાન ! આપના પ્રભાવે આપના દર્શન, સમવસરણના પરમઆનંદનું મંગલ દ્વાર ૫૭
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy