________________
પિંડસ્થ ધ્યાન
પિંડ એટલે શરીર. દીક્ષા બાદ છદ્મસ્થ અવસ્થામાં વિચરતા અરિહંત પરમાત્માના દેહને લક્ષમાં રાખીને થતું ધ્યાન એ પિંડસ્થ ધ્યાન કહેવાય. અહીં આ ધ્યાનમાં પ્રવેશવા માટે નીચે ચિત્રમાં દર્શાવેલ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના ચિત્રને એકાગ્રતાથી નિહાળી તેની છબી મનમાં અંકિત કરવાનો પ્રયત્ન કરવો. ધ્યાનનિમગ્ન અત્યંત નિર્મળ અને સ્વસ્થ અવસ્થામાં પ્રભુ કેવા શોભી રહયા છે.
ઉપરના ચિત્રમાં કાઉસ્સગ ધ્યાને રહેલા પ્રભુને બંધ આંખે કપાળના ભાગમાં અહોભાવપૂર્વક જોવાનો પ્રયાસ કરીએ. પૂર્ણ શ્રદ્ધા સાથે આ પ્રયત્ન કરવાથી પ્રભુના પ્રભાવે આ યોગમાં આપણને અવશ્ય સફળતા મળશે. ચાલો, શરુ કરીએ મનમંદિરમાં એકાગ્ર ચિત્તે પ્રભુનું અવલોકન. વાહ ! પ્રભુ આપની કેવી અલૌકિક મુખમુદ્રા છે. શાંત, પ્રશાંત, ઉપશાંત દશામાં આપ વિચરી રહ્યા છો ! આપના મુખકમળ ઉપર કેવો અનુપમ સૌમ્યભાવ અને સમાધિરસ છલકાઇ રહ્યો છે ! દેહ છતાં દેહાતીત દશામાં વિચરવા છતાં જગતના જીવમાત્ર પ્રત્યે મંગલ મૈત્રીભાવ, નિઃસ્વાર્થ કરુણાભાવ, નિર્દોષ વાત્સલ્યભાવ આપના હૃદયમાં ઉછળી રહેલ છે ! જ્ઞાનયોગની પરાકાષ્ઠાએ આપ પહોંચ્યા
પરમ આનંદનું મંગલ દ્વાર
-
૫૩
–