________________
મોટાભાગના રોગોનું મૂળ વાંકી કમર અને પેટનું અજીર્ણ છે. ધ્યાનમાં શારીરિક તાણ કે માનસિક તણાવ ન જોઇએ. શરીર સહજ રીતે સીધું હોવું જોઇએ. (૪) પ્રાણાયામ – પ્રાણવાયુનું લયબદ્ધ રીતે ગ્રહણ-વિસર્જન કરવા દ્વારા આપણી પ્રાણશક્તિને નિયમિત કરે તે પ્રાણાયામ. આપણે સપ્તર્ષિના સાત તારા જેવી સાત શરત સાથે પ્રાણાયામમાં પ્રવેશ કરશું. (૧) કરોડરજ્જુ સીધી, (૨) હોઠ બીડાયેલા, (૩) દાંત એકબીજાને અડકે નહીં, (૪) જીભ તાળવાને અડેલી, (૫) આંખ બંધ, (૬) ડાબો હાથ ચૈતન્યમુદ્રામાં અને (૭) કપાળના ભાગમાં અંદર આવેલ આજ્ઞાચક્રમાં ઉપયોગને સ્થગિત કરવો. ચૈતન્યમુદ્રા એટલે પ્રથમ આંગળી અને અંગૂઠાના ટેરવાને ભેગા કરી બાકીની આંગળીઓ સીધી રાખી ઘૂંટણ ઉપર હાથ રાખવો. પ્રાણમય ચેતનાનો-શક્તિનો પ્રવાહ સીધો વહે છે, ષચક્ર ખૂલે છે, કરોડરજ્જુને અક્કડતાથી ટાઇટ નહીં પણ સીધી રાખવી. શ્વાસ હોઠથી ન લેવાઇ જાય તે માટે બન્ને હોઠ બીડાયેલા રાખવા. દાંત એકબીજાને અડે તો તામસ શક્તિ ઉત્પન્ન થાય છે. યોગીપુરૂષના દાંત ભોજન સિવાય ક્યારેય ડાયરેક્ટ એકબીજાને ન અડે. તથા જીભ તાળવે અડેલી હોય તો ધ્યાન માટે તથા મનની શાંતિ માટે જરૂરી શારીરિક-માનસિક શક્તિ ઉત્પન્ન થાય છે. આપણી એકાગ્ર ભાવધારા ખંડિત ન થાય તેની જવાબદારી તાળવાને અડકેલી જીભ ભજવે છે. ખુલ્લી આંખ દ્વારા ચિત્તવૃત્તિ બહાર ફેંકાય છે, પ્રાણશક્તિ બહાર વીખેરાય છે, મન બહારના વાતાવરણની નોંધ લઇને ચંચળ બને છે. તેથી બન્ને આંખ બંધ રાખવી, ચૈતન્ય મુદ્રા (જ્ઞાનમુદ્રા)માં હાથ રાખવાથી જ્ઞાનતંતુઓ સક્રિય બને અને આપણી ચેતના ઊર્ધ્વગામી બને, વાસનામાં જીવ જોડાયેલો હોય તો જીવની ચેતના અધોગામી બને. સાતે ધાતુ આડીઅવળી હોય તો ચેતના તિર્થગામી બને.
અત્યંત સામાન્ય પ્રેસર સાથે ચૈતન્યમુદ્રામાં હાથ ઢીંચણ ઉપર સીધા રાખવા, ચેતનાનું અંદરમાં ઊર્ધ્વરોહણ થાય તે માટે સમજણપૂર્વક બાહ્ય અને આંતરિક પુરુષાર્થ કરવાનો છે.
જયાં મન હોય ત્યાં વાયુ હોય, જ્યાં વાયુ હોય ત્યાં પ્રાણ હોય. માટે જ્યાં મન ત્યાં પ્રાણ. આ સિદ્ધાંતને ખ્યાલમાં રાખી મનને પંચપરમેષ્ઠીમાં જોડવાથી આપણી પ્રાણશક્તિનો ત્યાં વિનિયોગ થાય છે.
પહેલાં માત્ર ત્રણ વાર નિર્ભુજ અનુલોમ-વિલોમ આદિ સાદા પ્રાણાયામ કરવા, ગોઠવવા. શ્વાસના આરોહ અને અવરોહ સાથે મંત્રબીજ વણી લેવામાં આવે તો સબીજ પ્રાણાયામ કહેવાય.
પરમ આનંદનું મંગલ દ્વાર
-
૨૭)