SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધજાગૃત મન તર્ક નથી કરતું. તે સેવક છે. તમે બચાવ છોડી દો. એ પ્રમાણે થશે જ-આમ માનીને પ્રયત્ન કરવામાં લાગી જાઓ. ક્ષણિક ભાવાવેશમાં આવીને સંકલ્પો નથી કરવાના પણ ભાવોની નક્કર ભૂમિ ઉપર સંતુલિત અવસ્થામાં ચિરસ્થાયી બને તેવા સંકલ્પો કરવાના છે. “હવે હું આ કરી શકીશ, હું આ જરૂર કરીશ... મને મજા આવશે.... અહાહા !!! આનાથી તો જીંદગી જ બદલી જાય તેવું છે. હું જે માંગીશ તે મળશે. પ્રભુ તો તથાસ્તુ કહે જ છે''-આ રીતે સબકોન્શીયસ માઇન્ડનું અર્ધજાગૃત મનનું રોજ પ્રોગ્રામીંગ કરો. દિવસ દરમ્યાન કોઇપણ કારણ વિના નાખુશ જ રહેવાની વૃત્તિ છોડી દો. ખુશ રહેવું ગમે છે, તો ખુશ રહોને ! નિષ્કારણ નાખુશ રહેવા કરતા નિષ્કારણ ખુશ રહો. નિષ્કારણ ખુશી તો કાયમી છે. કારણસાપેક્ષ સુખ ક્ષણજીવી છે માટે, પ્રસન્નતાને તો કોઇ પણ સંજોગોમાં ગુમાવવી નહીં. = જે લક્ષ્ય નક્કી ક્યું તેને જીવનનું સર્વસ્વ માનો, લક્ષ્યને પૂરો પ્રેમ આપો. લાગણીનું પૂર લક્ષ્ય પ્રત્યે ઉમટાવો. લક્ષ્યસાધક વાત જ વાંચો-વિચારોસાંભળો. અને જ્યારે લક્ષની વાત સાંભળો ત્યારે પણ અપૂર્વ ઉલ્લાસ-ઉત્સાહઉમંગનું મોજું ઉછળવું જોઇએ. અપૂર્વ આત્મવિશ્વાસ દિલમાં પ્રગટાવો તો લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ થશે. રાત્રે સૂતી વખતે ઊંઘન આવે ત્યાં સુધી તમારા લક્ષ્યના સપના દેખો. દઢ વિશ્વાસ પ્રગટાવો. લક્ષ પુરું થઇ રહેલ છે, તેવું જુવો. અતૂટ વિશ્વાસ રાખજો કે લક્ષ્ય પૂર્ણ થશે જ. અત્યારે જ લક્ષ્યની પૂર્ણાહુતિનો આનંદ તમે મનાવી રહ્યા છો તેવું કલ્પો, તેવું મહેસૂસ કરો. આ એક રચનાત્મક પ્રક્રિયા છે. ‘હું લક્ષ્યની બિલકુલ નજીક છું, પહેલા કરતા મારી દશા ઘણી સારી થઇ રહી છે.’-આવું વિચારો. તમે જે ઇચ્છો છો તે અંગેના પોઝીટીવ વિચારો સતત અંદર આવ્યે રાખો. હાલતા ચાલતા લક્ષ્યને વારંવાર યાદ કરી તે અંગેના જરૂરી સૂચનો સતત આપતા રહો. વધુમાં વધુ મૌન ધારણ કરો. મૌનથી માનસિક ખળભળાટ શમશે. અંતરનો અવાજ સંભળાશે. આ માટે પ્રભુને પ્રાર્થના કરવી પડશે. રોજ ખરા અંતરથી પ્રાર્થના કરશો, તો ચોક્કસ શુભ પરિણામ અનુભવાશે. આમાં સમયનો પ્રશ્ન નથી, ભાવના જોઇએ. શાંતિથી પરિણામની રાહ જુવો, ધીરજજૈન ધ્યાન માર્ગ ૧૮
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy