________________
માટે મનના ખૂણામાં પણ સંઘરેલો દ્વેષ ધ્યાનમાં બાધક બને છે. માટે, ધ્યાન કરતા પહેલા જગતના સર્વ જીવોને અંતરથી ખમાવવા, જેની સાથે અણબનાવ થયો હોય, બોલાચાલી થઇ હોય તેને વિશેષ રીતે યાદ કરી અંતઃકરણપૂર્વક ખમાવી દેવા. તેના માટે અરુચિનો લેશ પણ ભાવ મનમાં ન રાખવો.
આપણે ધ્યાન કરવાનું નથી પણ ધ્યાનમાં રહેવાનું છે. “હું ધ્યાન કરું છું'-આવો કર્તુત્વભાવનો વિકલ્પ પણ અભિમાન સૂચક છે, ધ્યાનમાં બાધક છે. ધ્યાન કૃત્રિમતાથી ન થવું જોઇએ, હળવાશથી થવું જોઇએ. જ્ઞાતા-દ્રષ્ટાભાવે દરેક ક્રિયાના સાક્ષી થવું જોઇએ. કોઇ લાલ-પીળા ચકરડા દેખાય એટલે એમાં રાજી થઇ જવાની જરૂર નથી માત્ર જ્ઞાતાભાવે સહુને નીરખો. બધું સહજતાથી કરો. આત્મવૈભવને મહેસૂસ કરવાનો પ્રયત્ન કરો.
શરૂઆતમાં કદાચ કૃત્રિમતાથી કરવું પડે. પણ, ધીરે-ધીરે સાહજિક કરવા લાગો. વિશ્વાસ રાખો કે મારાથી સાહજિક રીતે ધ્યાન થશે જ. મનને તમારે રસ્તો દેખાડવાનો નથી કે આમ કર... તેમ કર.” એકવાર આત્મસ્વરૂપને પામવાનું ધ્યેય નક્કી ર્યા પછી ધ્યેય જેટલું સ્થિર થશે, તેમ સ્વયંભૂ સહજતાથી માર્ગ પ્રગટશે. ધીરજ રાખી રોજ પ્રયત્ન ચાલુ રાખો. “હું જ ધ્યેય છું. ધ્રુવ એવો આત્મા જ ધ્યેય છે'-આ ભાવ કેળવી શુદ્ધ આત્માનું ધ્યાન ધરો.
મારે કાંઇ લેવું નથી, કાંઇ છોડવું નથી, કોઈ પ્રશ્નનો પીછો નથી પકડવો. મન સાથે કાંઇ જ સંઘર્ષ નથી કરવો. સહજ રીતે આત્મસ્વભાવ તરફ મારે વળવું છે, અધીરાઈ કરવી નથી, કોઇના પણ પ્રત્યે અણગમો રાખવો નથી-આવા પ્રકારની ભાવનાથી અંતઃકરણને ભાવિત કરવામાં આવે તો સહજ ધ્યાનમાં સ્કૂર્તિ અને ગતિ અનુભવાશે. શંકા ન કરતા કે મને ધ્યાન થશે કે નહીં. કોઇ અપેક્ષા નહીં. “મને એકાગ્રતા મળો.” આવી ચંચલતાસૂચક તીવ્ર ઇચ્છા નહીં, કોઇ પ્રલોભનો નહીં... કશું જ નહીં. જે વિચારો આવે છે અને જાય છે તેમાં ભળ્યા વિના માત્ર સાક્ષી બનવાનો પ્રયત્ન કરો. જે પણ વિચાર આવે તેને તે વિચારમાં ભળ્યા વિના માત્ર જોયા કરો, તેમાં ભળો નહીં.
સવિકલ્પદશા હોય કે નિર્વિકલ્પદશા હોય, કોઇ હર્ષ-શોક કરવા નહીં. જ્યારે વિચારો અશુભ આવવા લાગે, મન તેમાં તણાવા લાગે ત્યારે “ૐ– સ્વાહા ૐ શાંતિ... હું પરમ નિર્વિકારી, શુદ્ધ આત્મા છું. મારે મારા આત્મસ્વરૂપને પ્રગટાવવું છે.” આવા શુભ વિચારોને સ્થાન આપી પુનઃ સાક્ષીભાવમાં
જેને ધ્યાન માર્ગ