SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનનું તાત્ત્વિક સ્વરૂપ આત્મા વર્તમાનમાં કર્મથી બંધાયેલો છે. એની મુક્તિ માટે આપણે પ્રયત્નશીલ છીએ. તે માટે નિશ્ચયનયની દ્રષ્ટિ ખૂબ ઉપયોગી છે. વાસ્તવમાં આત્મામાં અનંતઆનંદ ભર્યો પડ્યો છે. ઇન્દ્રિયોનું સુખ, ઇષ્ટપ્રાપ્તિનું સુખ, વિકલ્પોનું સુખ તેની સામે તુચ્છપ્રાયઃ છે. મોક્ષમાં માત્ર આ આત્માનું જ સુખ છે. ઇન્દ્રિયોના સુખ કરતા શાસ્ત્રકારો તેને અનંતગણું ચડિયાતું બતાવે છે. આત્માના આ સુખ પ્રત્યે જ્યારે મમતા જાગે, ઇન્દ્રિયોના વિષયો તુચ્છ લાગે, આત્માના સુખને પામવાની ઝંખના પ્રગટ થાય ત્યારે વિષયો પ્રત્યેની રૂચિ આત્મા તરફ વળે છે, પરિણામે મન પણ અંતર્મુખી થાય છે. મનને આત્મા તરફ વાળવાનું જ આપણું કામ છે. શુદ્ધ આત્માનો આસ્વાદ જ્યારે સમ્યકત્વ મળે ત્યારે અવશ્ય થાય છે. આ આસ્વાદ જ તાત્ત્વિક સમ્યક્ત છે. જો અનંતઆનંદથી ભરપૂર એવા આત્માની તાત્ત્વિક અનુભૂતિ ન થઈ હોય તો સમ્યકત્વની શક્યતા લગભગ નથી. આથી, આત્માને ઓળખવા માટે, તેને પામવા માટે સૌપ્રથમ પુરુષાર્થ કરવા જેવો છે. વિષયોથી પરાભુખ થઇ જ્યારે ચિત્તવૃત્તિ અંદર વળે ત્યારે આત્માના અનંત આનંદની અનુભૂતિ થાય છે. 'ધ્યાન અનેકવિધ આયામોમાં ઉપર જણાવેલી પાયાગત બાબતને લક્ષ્યમાં રાખી ધ્યાનના સ્વરૂપની વિચારણા વિવિધ એંગલથી હવે આપણે કરશું. જે તાત્ત્વિકધ્યાનને પામવા માટે માર્ગદર્શક બની રહેશે. દ્રષ્ટિ આત્મા ઉપર સ્થિર થાય, વિકલ્પો પણ છૂટી જાય, અને આત્માનો ઉપયોગ આત્મભાવમાં મગ્ન બને... આવી ચિત્તવૃત્તિસ્વરૂપ મગ્નતા એટલે અધ્યાત્મધ્યાન ! મને આત્મા દેહ-ઇન્ડિય-મનથી ભિન્ન લાગે છે કે નહીં ? મને કર્મયુગલ-વિભાવ-વિકલ્પથી ભિન્ન આત્મા અનુભવાય છે કે નહીં ? - આવો એકાગ્ર વિચાર પણ ધ્યાન જ છે. પરમ આનંદનું મંગલ દ્વાર -
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy