SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ રખડાવનારા છે. તો શા માટે મારે મારા આતમઘરમાં એને સ્થાન આપવું ? મારું અસંતું સુખ એ લોકોને આશ્રય આપવા માટે ગિરવે મૂકવું પડશે. આવું શા માટે ? અનંત સુખનું બલિદાન, માત્ર રાગ-દ્વેષને ખાતર ?' ઇત્યાદિ આત્મલક્ષી વિચારણાનો પણ પ્રસ્તુત પ્રકારમાં જ આપણે સમાવેશ કરી શકીએ ! ૩) વિપાકવિચય – કર્મના કટુ વિપાકોનું ચિંતન તે વિપાકવિચય. પોતાના કે પરના જીવનમાં આવી પડેલા ભયાનક દુઃખને જોઇ સમજુ આત્મા કર્મના વિપાક તરીકે તે દુઃખને નિહાળે છે. અને તે વખતે કર્મના ભયાનક વિપાકને એ ચિતવે, તેમાં મનની એકાગ્રતા થાય તો આ વિપાકવિચય નામક ધર્મધ્યાન થાય છે. પૂર્વેના ધ્યાનમાં અસન્માર્ગના સ્વીકાર જનિત નુકસાનોનું ચિંતન હતું, પ્રસ્તુતમાં કર્મના ફળનું ચિંતવન છે. ૪) લોકસંસ્થાનવિચય - ચૌદ રાજલોકના સ્વરૂપની ભાવનામાં, તેના સંસ્થાનની ભાવનામાં મનની સઘળી એકાગ્રતા તે જ પ્રસ્તુત ધ્યાન. શાંતસુધારસગ્રંથમાં ૧૧મી ભાવના તરીકે જે લોકસંસ્થાનનું નિરૂપણ ક્યું છે તેનો આ ધ્યાનમાં આરોહણ કરવા માટે ઉપયોગ થઇ શકે. ૭ રાજલોક, ઊર્ધ્વ + અધો + તિર્યમ્ લોકમાં, ૯ નરક, ૧૨ દેવલોક, તિર્યશ્લોકના અનેક દ્વીપ સમુદ્રો.. ઇત્યાદિના ચિંતનમાં મનની એકાગ્રતા સહજતઃ સિદ્ધ થાય છે, પરિણામે આ ચતુર્થ ધર્મધ્યાન સાકાર થાય છે. આત્માના અનુભવ વિના માત્ર લોકસંસ્થાનનું કે તેવા કોઇ પણ પદાર્થનું સૂક્ષ્મ ચિંતન અભવ્યને પણ હોઇ શકે છે, તેને અસભૂત(ખોટા)ઉપચારથી જ ધ્યાન કહી શકાય. પ્રસ્તુત તસ્વનિરૂપણમાં, પ્રયોજનભૂત ધ્યાનનિરૂપણમાં તેવા ધ્યાનને કોઈ સ્થાન હોઇ શકે નહીં. તત્ત્વાર્થસૂત્રમાં (અ. ૯ સૂ.૩૭, ૩૮ ] દર્શાવ્યા મુજબ આત્માના અનુભવ બાદ પણ ચોથા ગુણઠાણે નહીં કિંતુ સાતમા અને તે ઉપરના ગુણસ્થાનકમાં જ ધર્મધ્યાન સંભવી શકે છે, કારણ કે ચોથા ગુણસ્થાનકમાં પણ આત્માનો અનુભવ હોવા છતાંય ઉપયોગ અંદર તરફ પૂર્ણપણે ઢળ્યો નથી. વારે વારે બહાર તરફ આવી જાય છે, કારણ કે હજુ એ બાહ્યસંસારથી ઘેરાયેલો છે. તાત્ત્વિક રીતે ધર્મધ્યાન અંતર્મુખી + એકાગ્ર ચિત્તવૃત્તિ પ્રબળ થાય ત્યારે સંપ્રાપ્ત થાય છે. છતાં સદ્ભૂત(સત્ય)ઉપચારથી સમ્યગ્દર્શનીને તથા શ્રાવકને પણ ધર્મધ્યાન માની શકીએ છીએ. અરે ! અપુનબંધકમાં પણ “ચારીસંજીવનીચાર' ન્યાયથી ધ્યાનની આશા રાખી શકીએ છીએ. ઉપચારથી તેમાં પણ ધ્યાનનો અંગીકાર થઇ શકે છે. જૈન ધ્યાન માર્ગ
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy