________________
'ધર્મધ્યાન આ ધ્યાનનું બીજું નામ “ધર્મધ્યાન' પણ છે. શુભવિચારો, શુભચિતન, શુભમનન... આ બધું ધર્મધ્યાન છે. શરીર અશુચિ છે, ઇન્દ્રિયોના વિષયો, આયુષ્ય વગેરે અનિત્ય છે, મોત કોઇને છોડતું નથી, ધર્મ વિના કોઇ શરણ નથી, પરમાત્માની આજ્ઞા ન માનવાના વિપાકો ભારે કટુ છે. માટે મારે પરમાત્માની ઉપાસના કરી વહેલી તકે રાગ-દ્વેષ ખતમ કરવા છે... ઇત્યાદિ સ્થૂલસૂક્ષ્મ વિચારોમાં મનની એકાગ્રતા એજ ધર્મધ્યાન. માત્ર આવા વિચારોને વિચારી જવામાં આવે તો તે ધ્યાનરૂપ ન બની શકે. આ બધા વિચારોમાં એકદમ તલ્લીન થવું પડે, મન અત્યંત એકાગ્ર કરવું પડે, આડાઅવળા તમામ વિચારોથી મનને નીરવ (અંદર સતત અવાજ-વિકલ્પો સંભળાયા કરે છે તે દૂર કરવા એટલે નીરવ કરવું) કરી અમુક શુભ વિચારોને જ સ્વીકારવામાં આવે, તેમાં જ મનને તલ્લીન કરવામાં આવે તે આ ધ્યાન કહેવાય. વારે વારે વિચારોની દિશા બદલે રાખવાથી પણ મનની એકાગ્રતા તૂટે છે. પછી તેવા વિચારો ધ્યાનસ્વરૂપ ન રહેતા વિકલ્પાત્મક થઇ જાય છે.
યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં દર્શાવેલ પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાનતદુપરાંતમાં સમવસરણ ધ્યાન, જ્યોતિર્માન, ષચક્રધ્યાન... ઇત્યાદિ ઘણા ભેદોનો સમાવેશ આ ધર્મધ્યાનમાં થાય છે. શુક્લધ્યાન માત્ર પૂર્વધરોને + કેવલીઓને જ હોવાથી આપણા માટે વર્તમાનમાં તો આ ધર્મધ્યાન જ વધુ ઉપયોગી છે. માટે તેની વિશેષ છણાવટ ઉપાદેય બનશે.
હાલ તો તેના સંક્ષેપથી ચાર ભેદ જોઇ લઇએ. પછી, તેની વિસ્તારથી વિચારણા આગળ ઉપર કરશું. સ્યાદ્વાદ કલ્પલતાગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબે ધર્મધ્યાનના ઘણા ભેદો દર્શાવ્યા છે. પણ, પ્રસ્તુતમાં સંક્ષેપથી ૪ ભેદ જ અવલોકનીય છે. ૧) આજ્ઞાવિચય – કષ-છેદ આદિ પરીક્ષા વડે આગમના પ્રામાણ્યનો નિર્ણય કરી સર્વત્ર આગમપ્રામાયને આગળ કરી, મતલબ કે આગમથી પ્રમાણભૂત એવા પદાર્થોનું એકાગ્રપણે ચિંતન, મનન... તે આજ્ઞાવિચય ધર્મધ્યાન. આ ધ્યાનમાં પરમાત્માની, જિનેશ્વરદેવની આજ્ઞા ઉપર વિશેષ ઝોક હોય છે. આજ્ઞાને આગળ કરીને આ ધ્યાન પ્રવૃત્ત થાય છે. માટે, આ ધર્મધ્યાન આજ્ઞાવિચય ધર્મધ્યાન તરીકે ઓળખાય છે. જેટલું મન વધુ એકાગ્ર બને તેટલું ધ્યાન વધુ પ્રબળ બને અને વધુ નિર્જરાકારક બને. એક વાત સમજવા જેવી છે કે તાત્ત્વિક ધ્યાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
જેને ધ્યાન માર્ગ