________________
[ ૧૪] જોવા મળે છે તે ઉપરથી એમ કહી શકાય કે ભગવાન બુદ્ધના સંબંધીઓ જૈન તીર્થકર ભગવાન શ્રી પાર્શ્વનાથના શાસન સાથે સારે એવો સંબંધ ધરાવતા હતા. ભગવાન પાર્શ્વનાથની પરંપરા સાથે ચોકકસપણે બુદ્ધને સંબંધ હવે એને જણાવતો એક ઉલ્લેખ બુદ્ધધમના “મજિઝમનિકાય' નામના આગમગ્રંથમાં મળે છે.
ત્યાં બુદ્ધ ભગવાનને એવું કહેતા ટાંક્યા છે કે પોતાના પ્રધાન શિષ્ય સૌરિપુત્રને બુદ્ધ કહે છે કે “બધિપ્રાપ્તિ પૂર્વે હું દાઢી-મૂછને લેચ કરતે હતો, નગ્ન અવસ્થામાં રહેતે હતો, ઊભા ઊભા તપસ્યા કરતો હતો. હાથમાં ભિક્ષા લેતો હતો અને તૈયાર કરેલું અન્ન કોઈ મને આપે તે હું સ્વીકારતા ન હતા.” વગેરે...
આ ઉપરાંત બીજો ઉલ્લેખ આઠમી શતાબ્દીમાં થયેલા દિગમ્બરચાય દેવસેને “દર્શનસાર” નામના ગ્રંથમાં નોંધ્યું છે. ત્યાં જણાવે છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં પિહિતાશ્રવ નામના જૈનશ્રમ બુદ્ધને દીક્ષા આપીને ભગવાન શ્રી પાર્શ્વનાથના નિગ્રંથ પરંપરાના સાધુ બનાવ્યા હતા. તે વખતે ચાયામ (તો) લેવાની પ્રથા મુજબ ભગવાન બુધે ચારે યામને સ્વીકાર કર્યો હતો.
આ ઉપરથી લાગે છે કે ઓછેવત્તે અંશે જૈન આચારોને ઠિીક ઠીક પ્રમાણમાં આદર-સ્વીકાર કર્યો હતો. અને બુદ્ધના પિતાના વિચારે ઉપર બધિ પ્રાપ્ત થતાં પહેલાં અને પછી જૈન વિચારને પ્રભાવ પણ વત હતા, એવું અનેક ગ્રંથના છૂટાછવાયા આધારે દ્વારા પુરવાર થાય છે. એના જ કારણે બુદ્ધભગવાનનું પંદર આની (બે હાથની પોઝીશન અને શરીર ઉપર વસ્ત્ર ધારણ–પહેરવું આ