________________
૧૫૬ ]
[ અગત્યની વિચારણાઓ તેને અનુસ્વાર કહેવાય. અહીંયા હકીક્તમાં અનુસ્વાર કે અનુનાસિકના ચિહ્નમાં કેઈ ભેદ નથી. ગુજરાતી લિપિમાં અનુસ્વાર કે અનુનાસિક એવા બે ભેદ નથી.
ચોથી વાત–શ્રી ભગવતીસૂત્રના પૂજ્ય અભયદેવસૂરિ વિરચિત વિવરણનું ભાષાંતર પંડિત શ્રી બેચરદાસભાઈએ કરેલું છે, અને સં. ૧૯૭૪માં અમદાવાદની જિનાગમ પ્રકાશક સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આ ભાષાંતરમાં જુદી જુદી જગ્યાએ અશોક શબ્દ આવે છે.
પંડિતજી અશકને જ આસપાલવ માનતા હેવાથી (બંને પર્યાયવાચક નામે સમજી) તેઓએ ભાષાંતરમાં "ારોવ આ શબ્દનું ભાષાંતર રીતે આસોપાલવ એવું કર્યું છે. (ભગવતીસૂત્ર શતક-૨, પ્રથમ ઉદ્દેશાને અન્તભાગ, મુદ્રિત પેજ-૨૬૦)
ભગવતીસૂત્રના પ્રથમ ખંડના છાપેલા ચેપડાઓ પૈકી એક ચેપડામાં પાછળ શબ્દસૂચિ આપી છે, ત્યાં પણ સૂચિમાં (૩૨૦ પેજ) અશોક નામનું વૃક્ષ આસોપાલવ એમ છાપ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે વરસેથી જાણવા પ્રમાણે ગુજરાત, સૌરાષ્ટ્રમાં અશોકનાં ઝાડની ઉત્પત્તિ ખાસ ન હોવાથી અને વનસ્પતિના પ્રાચીન ગ્રન્થ જોયાં ન હોય તેથી આસપાલવનું ઝાડ એ જ અશોક છે એવી સમજ ખૂબ ફેલાએલી હતી. પ્રજાના
૧. અશોકનાં પાંદડાં રાતાં હતાં એવી વાત મળે છે, પણ આજે જોવાં મળતાં અશોકનાં પાંદડાં લીલાં અને ફૂલે લાલ જેવાં મળે છે.