________________
૧૪૨ ]
[ અશક-આસોપાલવ આ વૃક્ષ માટે એવું કહેવાય છે કે આ સુંદર વૃક્ષની છાયામાં બેસીને પવનથી ખરતાં પાંદડાંઓને સ્પર્શ થાય છે તેને શોક નાશ થઈ જાય છે. મનને તનાવ શાંત થાય છે અને મન આનંદથી ભરાઈ જાય છે તેથી તે અશોક કહેવાય છે, અથવા શીતલતા આદિ ખાસ ગુણને જે ધારણ કરે છે તે અશોક.
ઉત્પત્તિસ્થાન-બંગાલ, દક્ષિણ ભારત છે.
વન–આસોપાલવના ઝાડને જ સાધારણ રીતે અશોક કહેવાની પ્રથા પડી ગએલી છે પણ તે ભ્રમ છે, ભૂલ છે. અશોકનું ઝાડ આંબા (કેરી) જેવું જ હોય છે, તેથી તેનાં પાન આંબાનાં વૃક્ષ જેવાં હોય છે. એનાં કુમળાં પાન રતાશ લેતાં અને અત્યંત મૃદુ હોય છે. ફલ ગુચ્છાબંધ આવેલાં હોય છે. કુલ પ્રારંભમાં પીળાશ પડતાં રાતા રંગનાં હોય છે, અને જ્યારે પૂરેપૂરાં ખીલે છે ત્યારે પરવાળાં જેવાં લાલચોળ થઈ જાય છે. એનાં ફૂલ બહુ જ બારીકાઈથી જેવાં જેવાં હોય છે, એનાં ફૂલ વાલેર કે આમલી જેવી લાંબી સીંગ જેવાં હોય છે તે, અર્ધગોળ કે ચપટાં પણ હોય છે. એમાં આઠથી દશ બીયાં હોય છે. સાધારણ રીતે આ ઝાડ વનસ્પતિની નાતમાં પલાશાદિ વર્ગનું ગણાય છે. સંસ્કૃત સાહિત્યમાં અશોકના યશગાન ઠીક ઠીક ગવાયાં છે, અને આ જ કારણથી તેને ઝાન્તાહિ કહેલ છે. જે સ્ત્રીને પગના સ્પર્શથી વિકસ્વર બને છે. ઋતુસંહારમાં કવિ કાલિદાસે અશોકનું વર્ણન કરતાં પરવાળાનાં રંગ જેવાં ફૂલ ગુચ્છને ધારણ કરનાર અને યુવાનોના હૃદયના શોકને દૂર કરનાર કહેલ છે. દીર્ઘકાળથી