________________
તીથંકરદેવની કેશમીમાંસા ]
[ ૮૯
નીચે પાતાલમાં પણ છે એટલે દેવા નીચે પણુ છે, અને અમો માઈલ દૂર ઊધ્વ આકાશમાં પણ છે. નીચેના દેવાને ઋદ્ધિ-સિદ્ધિ વૈભવ ઉપરના આકાશના વિમાનવાસી દેવા કરતાં ઘણા એ છે, એટલે ઓછા શ્રીમતને પોતાનાથી વધુ શ્રીમતની શ્રીમંતાઈ વૈભવ જોઈ ઈર્ષ્યા અદેખાઈ જાગે એ સ્વાભાવિક છે. માનવજાતને આ આસુરી તત્ત્વ શાશ્વતકાળથી પીડી રહ્યું છે. દેવલાકમાં દેવામાં પણ આવા તત્ત્વા ભાગ ભજવતાં હાય છે. અહીયા અસુર ચરેન્દ્રને ઉપરવાળાની ઇર્ષ્યા થઈ કે મારે માથે વળી આ કાણુ ?
હવે વાંચા (ચમરેન્દ્રના ) આખા રાચક પ્રસંગ
હવે ભગવાન મહાવીર તે ઘટનાને વર્ણવતાં કહે છે કે ગૌતમ ! મારી દીક્ષાનું ૧૧ મુ વરસ ચાલતું હતું ત્યારે બનેલી એક ઘટના કહું તે સાંભળ !” પાતાલવાસી ચમરેન્દ્ર નામના અસુરના ઇન્દ્ર તાજો જ દેવભવનમાં જન્મ્યા, તેને પેાતાના ઋદ્ધિ વૈભવ જોયાં, દેવાને ‘ અવધિ' નામનુ' વિશાળ પરાક્ષ જ્ઞાન હૈાય છે, એટલે એને તેા પ્રાપ્ત થએલાં જ્ઞાનના નેત્રથી વિશાળ વિશ્વને જોવા માટે ઝડપથી નજર ઢાડાવવા માંડી. ઉપર આકાશ તરફ નજર નાંખી તે ત્યાં એને વૈમાનિક નિકાયના સૌધમ વિમાનમાં શક્ર ઇન્દ્રને જોયા. એનુ રૂપ, વૈભવ, ઋદ્ધિ-સિદ્ધિ, ઠકુરાઈ શ્વેતાંની સાથે જ ઇર્ષ્યા-અમથી સળગી ઊઠયો, અને મારા માથે વળી આ કાણુ ? મારી સમગ્ર તાકાતથી એની ખબર લઈ નાંખું. તેના પરિવાર વચ્ચે જોયા પછી મારાથી રહેવાતું નથી એમ ખેલ્યા. તેના સેવકાએ
<"