SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પરિશિષ્ટ ૫૫ . ૮ પ્રભાવના–બહુશ્રુત મુનિ શાસનના પ્રભાવક છે, ૧ ધર્મકથાથી (ધર્મોપદેશ આપવાની લબ્ધિથી) શાસન પ્રભાવના થાય છે, અનેક જીવો ધર્મ પામે છે, ૨ વાદી, પ્રતિવાદી, સભ્ય ને સભાપતિ એ ચાર અંગવાળી સભામાં પ્રતિવાદીઓને જીતવામાં સામર્થ્યવાળી વાદ લબ્ધિથી પણ શાસન પ્રભાવના થાય છે. ૩ તિષ નિમિત્ત શુકન બંગલક્ષણ ભૂગર્ભ આકાશગ ઈત્યાદિ વિજ્ઞાન તે નિમિત્ત કહેવાય, તેથી શાસન પ્રભાવના થાય છે. ૪ દુષ્કર તપશ્ચર્યાથી શાસન પ્રભાવના થાય છે, ૫ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાદેવીઓ વિગેરે દેવી તથા દેવે જેની સહાય કરવા તત્પર થાય તેવા વિદ્યામન્નથી પણ શાસનની પ્રભાવના થાય છે, ૬ અંજન પાલેપ, તિલકગુટિકા, કામણ, વશીકરણ ઈત્યાદિ સિદ્ધિઓથી શાસન પ્રભાવના થાય છે. ૭ રવિવ-અનેક વિચિત્ર કાવ્યું શીધ્ર બનાવવાની શક્તિથી શાસન પ્રભાવના થાય છે. ૮ એ આઠ શક્તિઓ ધરનારા અનુક્રમે બહુશ્રુત-ધર્મકથી-વાદી-નિમિત્તીતપસ્વી-વિદ્યાવા–સિદ્ધ–અને કવિ એ માત્ર કમાવવા કહેવાય છે. બીજા પ્રકારે ૮ પ્રભાવક આ પ્રમાણે–અતિશય અદ્ધિવંત-ધર્મકથી–વાદી–આચાર્ય–તપસ્વી-નિમિત્તી-વિદ્યાવંત ને રાજગણસન્મત. એ પણ શાસન પ્રભાવક છે. ૫ ભૂષણ અથવા ૫ ગુણ-જિનશાસનમાં કુશળતા, શાસનપ્રભાવના,આયતનસેવના (ચૈત્યાદિ દ્રવ્યાયતન અને સાધુ આદિ ભાવ આયતન તેની સેવા), સ્થિરતા અને ભક્તિ એ પાંચ સમ્યક્ત્વની શોભારૂપ અલંકાર રૂપ છે. ૫ લક્ષણ –અપરાધી પ્રત્યે પણ ક્રોધ ન કરવા રૂપ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy