________________
૨૮૮
શ્રાવકધર્મ વિધાન. ચોગ્ય વ્યવસ્થા કરીને પછી ઘેર આવી પંદર કર્માદાન રહિત આજીવિકા અર્થે વ્યાપારમાં પ્રવર્તે. જે વ્યાપારમાં ન પ્રવર્તે તે પિષ્ય વર્ગ વિગેરે સદાવાથી (ભજનાદિ અર્થે દુઃખી થવાથી) ધર્મને બાધા થાય તેમજ જૈનશાસનની નિન્દા થાય. માટે ધર્મને બાધા ન ઉપજવા માટે આજીવિકા માટે પ્રવૃત્તિ કરે.
૧૨ કાલે ભજન-ત્યાર બાદ શરીરના આરોગ્યને અનુકૂળ કાળ પ્રાપ્ત થયે અથવા પ્રત્યાખ્યાનને કાળ પણ કંઇક અધિક થયે છતે ( પ્રત્યાખ્યાનને કાળ પૂર્ણ થતાં તરત નહિ પણ કંઇક અધિક વ્યતીત થયે) ભજન કરવા બેસે. અહિં આરોગ્યને અનુકૂળ કાળ વિના અકાળ ભજન કરે તે અજીર્ણદિ થવાથી શરીરને બાધા ઉપજે, અને પ્રત્યાખ્યાન પૂર્ણ થયા વિના અકાળ ભજન કરે તે ધર્મને બાધા ઉપજે, તે કારણથી એ કહેલા કાળે ભેજન કરવું એજ હિતકારી છે. કહ્યું છે કે–
जिणपूयोचियदाणं परियरसंभालणा उचियकिच्चं । ठाणुववेसो य तहा, पञ्चक्खाणस्स संभरणं ॥१॥
અર્થ-શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને ઉચિત દાન દઈને, (સુપાત્રદાન આદિ ઉચિતદાન દઈને) પરિવારને સંભારીને, ( કેણે કેણે જોજન કર્યું છે ને કેણ કેણું બાકી છે તેની તપાસ કરીને) તેમજ બાકીના રહેલની રોગ્ય સુચના કરીને વા સાથે બેસાડીને એ રીતે ભેજના
जिनपूजोचितदानं परिकरसंभालना उचितकार्यम् । स्थानोपवेशश्च तथा प्रत्याख्यानस्य संस्मरणम् ॥१॥