________________
૨૪૮
શ્રાવકધર્મવિધાન સહજે બે વ્રતનો લાભ મળે છે, અને લાભાકાંક્ષી જીવ તે સહજે મળને લાભ કેમ જવા દે? માટે આઠમે પૌષધ સામાયિક સહિત સફળ છે.
પ્રક્ષા–સામાયિક વ્રત જેમ ઉપાશ્રયે દેહરે પૌષધશાળાએ અને ઘેર એમ ચાર સ્થાને કરવા યોગ્ય કહ્યું, તેમ પૌષધવત કયા સ્થાને કરવું?
ઉત્તર–સામાયિક વ્રતની જેમ પૌષધ વ્રત પણ એજ ચાર સ્થાને કરી શકાય છે. (આ વિધિ મુખ્યત્વે સામાયિક સહિત આઠમા પૈષધની છે.) એ ચારમાંના કેઈ પણ સ્થાને પૌષધવત ઉચ્ચેરી આભૂષણાદિના ત્યાગ સહિત ભણે ગણે ધ્યાન કરે અને ભાવના ભાવે કે આ પ્રકારના સાધુગુણેને હું કયારે પામીશ! આ ગુણે પ્રાપ્ત કરવામાં હજી હું અસમર્થ છું. ઈત્યાદિ રીતે સાધુ ગુણની ભાવના ભાવે. વળી સામાયિકમાં બે ઘડી આદિ કાળ પ્રમાણ સુધી સાધુ સરખે શ્રાવક છે, તે આઠમા પૌષધવતમાં દિન પ્રમાણ વા રાત્રિ પ્રમાણ વો દિનરાત્રિ સુધી સાધુ સરખે છે.
એ પૌષધ પ્રત્યાખ્યાન સ્થલ છે અને સામાયિક પ્રત્યાખ્યાન સૂક્ષ્મ છે. (કારણ કે સામાયિક અ૫ કાળ માત્ર છે. અને સૂક્ષ્મ નિયમવાળું છે, અને પૌષધ વ્રત દીર્ધકાળનું અને કેવળ સામાયિકથી કંઈક સ્થૂલ નિયમવાળું છે), તેથી જે આહારાદિ પૌષધની માફક અવ્યાપાર પૌષધ પણ
૧ એ ૮ ભેદના અસગી સિગી આદિ સર્વ મળીને ૮૦ ભાંગા થાય છે, અર્થાત ૮૦ પ્રકારે જુદુ જુદુ પૌષધ વ્રત લઈ શકાય છે, પરંતુ વર્તમાનમાં સર્વ ભાંગાની પ્રવૃત્તિ નથી.