________________
૨૪૪
શ્રાવકધર્મવિધાન અતિચાર પણ દેશાવકાશિકને અનુસરતા જાણવા. (અર્થાત દેશાવકાશિક વ્રતના અતિચારના ઉપલક્ષણથી શેષ વ્રતના સંક્ષેપ સંબંધિ અતિચારો પણ દશમા વ્રતના જે અતિચારે છે તેજ જાણવા.) અથવા પ્રાણાતિપાતાદિકના સંક્ષેપમાં પ્રાણાતિપાતાદિ વ્રતના જે વધ બંધ ઈત્યાદિ અતિચારે છે તે જ અતિચાર સંક્ષેપ રૂપે ઘટી શકે છે, અને દિગ્યતના સંક્ષેપમાં ક્ષેત્રને સંક્ષેપ હેવાથી (ઉદ્ઘતિક્રમાદિ અતિચાર ઉપરાન્ત) શબ્દાનુપાતાદિ અતિચાર પણ હોઈ શકે છે. માટે શબ્દાનુપાતાદિ જૂદા અતિચાર દર્શાવ્યા. (અર્થાત દેશાવકાશિક વ્રતમાં સંક્ષેપ સર્વ વ્રતને છે, તેમ અતિચાર પણ સર્વ વ્રતના છે, તફાવત એ કે કેવળ દિગ્યરિમાણ વ્રતના અતિચાર મૂળ વ્રતના પણ છે ને સંક્ષેપના પણ છે.) સર્વ વ્રતના સંક્ષેપ સંબંધેિ જૂદા જૂદા અતિચાર દર્શાવવા જ જોઈએ એ નિયમ નથી. કારણ કે રાત્રિભેજન આદિ કેટલાએ વ્રત ભેદમાં જૂદા જૂદા અતિચાર દર્શાવ્યા નથી. છે ઈતિ દશમા દેશાવકાશિક વ્રતના પ અતિચાર |
છે ઈતિ દ્વિતીય શિક્ષાવ્રતમૂ |
અગ્યારમું પિષધોપવાસ વ્રત (ત્રીજુ શિક્ષાત્રત)
અવતરણ–દશમું દેશાવકાસિક વ્રત કહીને હવે અગ્યામું પૌષધપવાસ નામનું વ્રત કે જે ત્રીજું શિક્ષાવ્રત છે. તે કહેવાય છે –