________________
૧૧
જાગ્યું છે. તે ઉપરાંત શ્રાવકના સ ંધ્યાવિધિ જણાવ્યા છે. આ સાથે મનુષ્યના ભત્રની દુર્લભતા જણાવનારાં દશ દૃષ્ટાન્તો ટુંકાણમાં આપ્યાં છે. ત્યાર પછી ક્ષણુ લાભદીપનાનું સ્વરૂપ વિસ્તારથી જણાવીને દેશવિરતિ શ્રાવક પોતે સવિરતિ ચારિત્ર લેવાને કયારે શક્તિમાન થશે. તેની ભાવના ભાવવાનુ જણાવ્યુ છે. તેમાં મુનિ મહાત્માઓના ઉન્નતવિહાર અલ્પ ઉપધિ વગેરે ખીના જણાવી છે. છેવટે આ ભાવનાઆનુ ફળ સવેગના ઉત્પત્તિ છે તે જણાવી ગ્રન્થની સમાપ્તિ કરવામાં આવી છે.
આ પ્રમાણે આ ગ્રંથમાં શ્રાવકને ઉપયોગી ધણી ઘણી ખીનાએ વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવી છે. માટે ધર્મ શ્રદ્ધાળુ શ્રાવકને માટે આ ગ્રન્થ ઘણાજ ઉપયોગી છે, તેથી દરેક શ્રાવકે આ ગ્રન્થ વાંચી તેનું અવશ્ય મનન કરવું જોઈએ. અને તેથી પેાતાના દેશવિરતિ ગુણમાં નિર્મળતાનો લાભ મેળવવે. અંતમાં જણાવવાનુ કે વિદ્વાન મુનિ મહારાજ શ્રો શુભકરવિજયજીએ આ ગ્રન્થમાં શ્રાવકને દરેક વિષય સારી રીતે સમજાય તે માટે ઘણા પ્રશ્નો તથા ઉત્તરા આપ્યા છે. અને તેથી ગ્રન્થની ઉપયોગિતામાં ઘણા વધારે કયો છે, તે જણાવી વિરમું છું. એજ.
[લી. આ ગ્રન્થ મનન પૂર્ણાંક વાંચી સકતી શ્રાવક્રા દેશવિરતિ અંગીકાર કરનાર થાએ. અને દેશિવરતિ શ્રાવક્રા પોતાના ત્રતે પાલવામાં પ્રમાદ રહિત થાએ એવી આકાંક્ષા રાખનાર— માસ્તર મંગલદાસ મનસુખરામ શાહ.
( શેડ દલપતભાઇ મગનભાઈ શારદાભુવનના ધાર્મિક શિક્ષક. )